CBSE ધો.10-12 બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર
CBSE 10 & 12 Exams : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ગુરુવારે વર્ષ 2023માં યોજાનારી 10 અને 12 બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. સીબીએસઈની આધિકારિક સાઇટ cbse.gov.in પર ટાઇમ ટેબલ ઉપલબ્ધ છે.
ધોરણ 10 માટે સીબીએસઈ બોર્ડ પરીક્ષા 15 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે અને 21 માર્ચ 2023ના રોજ સમાપ્ત થશે. જ્યારે ધોરણ 12 બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીએ શરુ થશે અને 5 એપ્રિલ 2023 સુધી ચાલશે. મોટાભાગની પરીક્ષાઓ ત્રણ કલાકની રહેશે અને બપોરે 1.30 કલાકે સમાપ્ત થશે. જ્યારે કેટલીક પરીક્ષા બે કલાકની રહેશે જે બપોરે 12.30 કલાકે સમાપ્ત થશે.
પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ પહેલા જ જાહેર કરી દેવામાં આવી છે
CBSE શૈક્ષણિક સત્ર 2022-23 માટે ધોરણ 10 અને ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ પહેલા જ જાહેર કરી દેવામાં આવી છે. બોર્ડ 2 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી 2023 વચ્ચે ધોરણ 10-12 માટે પ્રેટિકલ્સ પરીક્ષા યોજશે.
CBSE તરફથી જાહેર કરાયેલી ડેટશીટ પ્રમાણે ધોરણ 10 માટે 16 ફેબ્રુઆરીએ રિટેલ, સિક્યોરિટી, ઓટોમોટિવ, ટૂરિઝમ, એગ્રીકલ્ચર, બેન્કિંગ એન્ડ ઇન્શ્યોરન્સ. 17 ફેબ્રુઆરીએ હિન્દુસ્તાની મ્યૂઝીક, એકાઉંટેંસી, 20 ફેબ્રુઆરીએ લેંગ્વેજ, 27 ફેબ્રુઆરીએ ઇંગ્લિશ, 4 માર્ચે સાયન્સ, 6 માર્ચે હોમ સાયન્સ, 9 માર્ચે બિઝનેસ એલિમેંટ્સ, 11 માર્ચે સંસ્કૃત, 13 માર્ચે કમ્પ્યુટર, આઈટી, એઆઈ, 15 માર્ચે સોશલ સાયન્સ, 17 માર્ચે હિન્દી અને 21 માર્ચે મેથ્સ પેપર રહેશે.
ગત સત્રમાં જુલાઇમાં જાહેર કર્યું હતું પરિણામ
ગત સત્રમાં ધોરણ 10 અને 12 માટે સીબીએસઈએ પરીક્ષાનું પરિણામ જુલાઈમાં જાહેર કર્યું હતું. જેમાં ધોરણ-12નું પરિણામ 92.71 ટકા અને ધોરણ-10નું પરિણામ 94.40 ટકા રહ્યું હતું.
મહત્વપૂર્ણ Links
Time Table જોવા માટે: અહી ક્લિક કરો
official website: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.