TET 2 પરીક્ષાનો કાર્યક્રમ 2022-23, જાણો સમગ્ર માહિતી
માધ્યમિક શિક્ષણ બોર્ડ SEB TET 2 પરીક્ષાનો કાર્યક્રમ 2022-23, જાણો સમગ્ર માહિતી
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં TET 2 પરીક્ષા માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો માધ્યમિક શિક્ષણ બોર્ડ TET 2 પરીક્ષા માટે 2022 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
માધ્યમિક શિક્ષણ બોર્ડ માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ TET 2 પરીક્ષા માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 05-12-2022(પરીક્ષાની ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી 31-12-2022)ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 05-12-2022(પરીક્ષાની ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી 31-12-2022) છે.
શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક:પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક, તા:૨૭-૦૪-૨૦૧૧ તથા તા:૧૪-૦૭-૨૦૧૧, તા:૦૩-૦૫-૨૦૧૨, તા:૧૮-૦૫-૨૦૧૨ અને તા.૧૫/૧૦/૨૦૨૨ના સરખા ક્રમાંકના સુધારા ઠરાવ તથા તેમાં થયેલ વખતોવખતના સુધારાથી જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકની નિમણૂંક માટેના ધારા ધોરણો નિયત થયેલ છે.
શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : પીઆરઇ-૧૧૧૧-૭૧૧-ક, તા:૨૭-૪-૨૦૧૧ થી ઉચ્ચ પ્રાથમિક શાળા(ધોરણ ૬ થી ૮)માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક “શિક્ષક યોગ્યતા કસોટી-II” યોજવા માટે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.
ઉચ્ચ પ્રાથમિક શાળા(ધોરણ ૬ થી ૮)માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી-II-૨૦૨૨ (Teacher Eligibility Test-II-2022) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સદર કસોટી પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારકતે કરવામાં આવશે.
* લેટ ફી:
જે ઉમેદવારોને નિયત સમયગાળામાં ફી ભરવાની રહી ગઈ હોય તેવા ઉમેદવારોએ તા:૦૩/૧૨/૨૦૨૨ થી તા:૧૨/૧૨/૨૦૨૨ દરમ્યાન નિયત કરેલ પરીક્ષાની ફી (લેટ રૂ.૨૦૦/- સહિત) ઓનલાઈન ભરી શકાશે.
શૈક્ષણિક લાયકાતની વિગતો:
ઉચ્ચ પ્રાથમિક શાળા(ધોરણ ૬ થી ૮)માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે મૂળ ઠરાવથી નિયત કરેલ અને તેમાં વખતોવખત થયેલ સુધારા-વધારા મુજબની શૈક્ષણિક લાયકાત અને અન્ય જોગવાઇ/શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવારો જ શિક્ષક યોગ્યતા કસોટી-II માં ઉપસ્થિત થઇ શકશે. શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને રીક્ષામાં બેસવા તક આપશે. તેથી પરીક્ષા આપતા પાસ થવાથી ભરતી માટે લાયક ગણી શકાશે તેવો દાવો કરી શકાશે નહી. આ અંગે ભરતી સમિતિ જે નિર્ણય લે તે આખરી ગણાશે.
* ઉચ્ચ પ્રાથમિક (ધોરણ ૬ થી ૮) (અ) ગણિત/વિજ્ઞાન:
1. શૈક્ષણિક લાયકાત : બી.એસસી.-કોઈ પણ મુખ્ય વિષય સાથે અને તાલીમી લાયકાત : પી.ટી.સી./D.El.Ed (બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછા ૪૫% ગુણ સાથે બી.એસસી.-કોઈ પણ મુખ્ય વિષય સાથે અને તાલીમી લાયકાત : બી.એડ.(એક/બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.EI.Ed)
અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એસસી. એજ્યુકેશન(B.SC.Ed.)
અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૫૦ % ગુણ સાથે બી.એસસી.-કોઈ પણ મુખ્ય વિષય સાથે અને તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ.(સ્પેશીયલ એજ્યુકેશન)
(બ) ભાષાઓ :
1. શૈક્ષણિક લાયકાત : બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.આર.એસ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/ સંસ્કૃત)/બી.એસ.એસસી.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અને તાલીમી લાયકાત : પી.ટી.સી./D.El.Ed (બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૪ % ગુણ સાથે બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/ બી.આર.એસ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.એસ.એસસી.(અંગ્રેજી/ ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અને તાલીમી લાયકાત : બી.એડ.(એક/બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.El.Ed)
અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એ.(અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત) એજ્યુકેશન (B.A.Ed.) અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછ ૫૦% ગુણ સાથે બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/ બી.આર.એસ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.એસ.એસસી.(અંગ્રેજી/ ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અને તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ. (સ્પેશીયલ એજ્યુકેશન)
(ક) સામાજિક વિજ્ઞાન :
1. શૈક્ષણિક લાયકાત : બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.આર.એસ.
(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) અને
તાલીમી લાયકાત : પી.ટી.સી./D.El.Ed(બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછ ૪૫ % ગુણ સાથે બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) અને તાલીમી લાયકાત : બી.એડ.(એક/બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦% ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.EI.Ed)
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦% ગુણ અને
તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર., અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) એજ્યુકેશન(B.A.Ed./B.Com.Ed./ B.R.S.Ed/B.S.SC.Ed)
અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે બી.એ. એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય
સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) અને તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ. (સ્પેશીયલ એજ્યુકેશન)
♦ નોંધ:
નામ. હાઇકોર્ટના ચૂકાદાઓ અનુસાર જાહેરનામામાં દર્શાવેલ લઘુત્તમ લાયકાતની ટકાવારીમાં SC, ST, SEBC, શારીરિક ખોડખાપણવાળા ઉમેદવારોને ૫% સુધીની છુટછાટ આપવામાં આવે છે. એટલે કે જ્યાં ઓછામાં ઓછા ૫૦% પાત્રતા હોઇ ત્યાં ૪૫%(૪૪.૫% કે તેથી વધુ ગુણ) અને ૪૫% પાત્રતા હોઇ ત્યાં ૪૦%(૩૯.૫% કે તેથી વધુ ગુણ) વાળા ઉક્ત કેટેગરીના ઉમેદવારો પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ફોર્મ ભરી શકશે.
વયમર્યાદા તેમજ શૈક્ષણિક લાયકાત બાબતે ભરતી સમિતિ જે નિર્ણય લેશે તે આખરી ગણાશે.
આ પરીક્ષાની પધ્ધતિ અને બાકીની સુચનાઓ પરીક્ષા પહેલા સરકારશ્રીના વખતોવખતના ઠરાવો, સુચનાઓ અને જોગવાઈઓને આધિન રહેશે.
* કસોટીનું માળખુ:
આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question Based MCQs) રહેશે.
આ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ-૧ માં ૭૫ પ્રશ્નો તથા વિભાગ-૨ માં ૭૫ પ્રશ્નો રહેશે.
આ કસોટીના બંન્ને વિભાગ અને તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે. આ કસોટીના બંન્ને વિભાગનું સળંગ એક જ પ્રશ્ન પત્ર રેહશે.
આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી કુલ ૧૫૦ પ્રશ્નો માટેના પ્રશ્નપત્રનો સળંગ સમય ૧૨૦ મિનીટનો રહેશે.
ગણિત-વિજ્ઞાન, ભાષાઓ અને સામાજિક વિજ્ઞાન એમ ત્રણ વિષયની કસોટી માટે વિભાગ-૨ અલગ અલગ રહેશે.
ભાષાના પ્રશ્નપત્રમાં પ્રશ્નનંબર:૧૩૬ થી ૧૫૦ ના પ્રશ્નો સંસ્કૃત ભાષા, મરાઠી ભાષા અને ઉર્દુ ભાષાના રહેશે. જે પૈકી ઉમેદવારે કોઇ એક ભાષાના ૧૫ પ્રશ્નો (પ્રશ્નનંબર:૧૩૬ થી ૧૫૦)ના જવાબ આપવાના રહેશે.
દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.
આ કસોટીઓના મુલ્યાંકનમાં કોઇ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહી.
પ્રશ્નપત્રનો અભ્યાસક્રમ શિક્ષણ વિભાગના ઠરાવક્રમાંક: પીઆરઈ/૧૧૧૧/૭૧૧/ક, તા:૨૭/૦૪/૨૦૧૧ માં જણાવ્યા અનુસાર રહેશે. (ઠરાવની નકલ આ સાથે સામેલ છે.)
નોંધ: આ પરીક્ષાનું માળખુ, પરીક્ષા પધ્ધતિ અને બાકીની સુચનાઓ પરીક્ષા પહેલા સરકારશ્રીના વખતોવખતના ઠરાવો, સુચનાઓ અને જોગવાઈઓને આધિન રહેશે.
પરીક્ષા ફી:
SC, ST, SEBC, PH કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250/- (બસો પચાસ પુરા) જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350/- (ત્રણસો પચાસ પુરા) ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે.
કોઇપણ સંજોગોમા ભરેલ ફી પરત કરવામા આવશે નહિ.
ફી ભરવાની પધ્ધતિ:
ઉમેદવાર ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે. ઓનલાઇન ફી જમા કરાવવા માટે “Print Application/Pay Fees” ઉપર ક્લીક કરવું અને વિગતો ભરવી. ત્યાર બાદ “Online Payment” ઉપર ક્લીક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં “Net Banking of fee” અથવા “Other Payment Mode” ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની “other વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઇ ગઇ છે તેવું screen પર લખાયેલું આવશે. અને e-receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી. જો પ્રક્રિયામાં કોઇ ખામી હશે તો screen પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.\
ઓનલાઇન ફી ભરનાર ઉમેદવારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ફીની e-receipt જનરેટ ન થઇ હોય તો તેવા ઉમેદવારોએ તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ (gseb21@gmail.com) થી સંપર્ક કરવાનો રહેશે.
પરીક્ષા કેન્દ્ર
પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી પરીક્ષા કેો નક્કી કરવામાં આવશે. ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે.
પ્રશ્નપત્રના માધ્યમ:
શિક્ષણ વિભાગના ઠરાવક્રમાંક: પીઆરઈ-૧૧૧૨-સીંગલ ફાઇલ-૭-ક, તા:૨૬/૦૪/૨૦૧૨ માં નિયત થયા મુજબ આ કસોટી ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે. (ઠરાવની નકલ આ સાથે સામેલ છે.)
ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે.
ઉમેદવાર કોઇ એક જ માધ્યમ તેમજ ગણિત વિજ્ઞાન, ભાષાઓ અને સામાજિક વિજ્ઞાન પૈકીની એક જ પરીક્ષામાં બેસી શકશે.
* અગત્યની સુચનાઓ:
1. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીથી વેબસાઈટ નિયમિત જોતા રહેવું આવશ્યક છે.
2. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http://ojas.gujarat.gov.in અને http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહશે.
૩. ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઈ કરવામાં આવતી નથી. આથી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગત માટે ઉમેદવાર પોતે જવાબદાર રહે છે.
4. આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઇન ભરાવવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો ઉમેદવાર દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા ઉમેદવારના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષ શ્રી ,રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે.
5. ઉમેદવારે પોતે ભરેલ ફોર્મની વિગત સાચી છે તેવું પ્રમાણપત્ર ઓનલાઈન આપવાનું રહેતુ હોઈ જો કોઈ ખોટી વિગત રજુ કરશે તો તેનુ ફોર્મ રદ થવા પાત્ર બનશે તથા તેની સામે ફોજદારી ગુનો બનશે.
6. વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે.
7. અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના કિસ્સામાં સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
8. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે રાજય સરકારે નકકી કરેલા સક્ષમ અધિકારીનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું જાતિ પ્રમાણપત્ર તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા:રા૪/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક:સશપ/૧૨૨૦૧૫/૪૫૫૨૪૬ અને આ અંગે વખતોવખતના ઠરાવ મુજબનું સક્ષમ અધિકારીનું ઉન્નતવર્ગમાં સમાવેશ થતો ન હોવાનું (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ.
9. શારિરીક અપંગતા(Physically Handicap) ના કિસ્સામાં રાજય સરકારે નકકી કરેલ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
10. ઉમેદવારે વેબસાઈટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી તે ફોર્મમાં સહી કરીને જરૂરી આધારો જેવા કે, પરીક્ષા ફી ભર્યાની પે સ્લીપ નકલ, જાતિ પ્રમાણપત્ર, ઉન્નતવર્ગમાં સમાવેશ થતો ન હોવાનું (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર અને શારિરીક અપંગતા (Physically Handicap) અંગેનું પ્રમાણપત્ર પૈકી ઉમેદવારને લાગુ પડતા હોય તેવા આધારો પોતાની પાસે રાખવાના રહેશે. જ્યારે કોઈ જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે ઉમેદવારે તે રજુ કરવાના રહેશે.
11, જે ઉમેદવારે નિયત પરીક્ષા ફીની પે સ્લીપની રસીદ મેળવેલ હશે તે જ ઉમેદવાર પોતાની કમ્પ્યુટરાઈઝ હોલટિકિટ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે. 12. ઉમેદવારે હોલટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે/પાછળ આપેલી સૂચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો. હોલટીકીટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR શીટનો નમૂનો પણ વેબસાઈટ પર મુકવામાં આવશે. આ OMR શીટના નમૂના પર છાપેલ તમામ સૂચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. જેથી પરીક્ષા સમયે કોઈ ગુંચવણ ઊભી ન થાય.
13. આ કસોટીમાં જનરલ કેટેગરી માટે વિભાગ-૧ અને ૨ બંન્નેમાં મળી ઓછામાં ઓછા 60% (90 ગુણ) મેળવેલ હશે તો જ પાસ ગણાશે.
14. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને શારિરીક અપંગતા (Physically Handicap) ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં વિભાગ-૧ અને ર બંન્નેમાં મળી ઓછામાં ઓછા 55% (82 ગુણ) મેળવેલ હશે તો જ પાસ ગણાશે.
15. આ કસોટીમાં માત્ર ઉત્તીર્ણ ઉમેદવારોને જ ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર બોર્ડ દ્વારા આપવામાં આવશે.
નોંધ: આ પરીક્ષાનું માળખુ, પરીક્ષા પધ્ધતિ અને બાકીની સુચનાઓ પરીક્ષા પહેલા સરકારશ્રીના વખતોવખતના ઠરાવો, સુચનાઓ અને જોગવાઈઓને આધિન રહેશે.
16. આ કસોટીના પ્રમાણપત્રની અવધિ શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક: પીઆરઈ-૧૧૨૦૨૧-સિ.ફા.-૦૭-૬, તા:૨૨/૧૦/૨૦૨૧ મુજબની રહેશે. પરંતુ આ કસોટી આપવા માટે પ્રયત્નોની સંખ્યા નિયત કરવામાં આવતી નથી. ગમે તેટલા પ્રયત્નો આ કસોટી આપવા માટે માન્ય રહેશે. એક વખત કસોટી આપી દીધા પછી કોઇપણ ઉમેદવાર પોતાની ગુણાત્મક સુધારણા અને સારા મેરીટ માટે એક કરતાં વધુ વખત પરીક્ષા આપી શકશે અને તેવી સ્થિતિમાં ઉમેદવાર શિક્ષકની ભરતી માટે ટેટ-૨ની પરીક્ષા પાસ કર્યાનું જે પ્રમાણપત્ર રજુ કરશે તે ધ્યાનમાં લેવામાં આવશે.
17. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાઈ રહેલ આ કસોટી બાબતે ઉમેદવારોને લાલચ કે છેતરપીંડી આચરે તેવા અસામાજિક તત્વોથી સાવધ રહેવા જણાવવામાં આવે છે. કોઈપણ પ્રકારાની લાગવગ/દબાણ લાવનાર ઉમેદવારને ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
18. ઉકત જાહેરાત અન્વયે વધુ માહિતીની જરૂર જણાય તો કચેરીના ચાલુ કામકાજના દિવસે કચેરી સમય દરમિયાન બોર્ડની કચેરીના ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 7963 ઉપર સંપર્ક કરી શકાશે. 19. આ કસોટી ઉચ્ચ પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી લાયકાત પ્રાપ્ત કરવા માટેની છે, આ કસોટી પાસ કરવાથી પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે પસંદગી પામવાનો હક મળતો નથી.
★ઓનલાઈન અરજી કરવાની રીત :
આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૨૧/૧૦/૨૦૨૨ (બપોરના ૧૪.૦૦ કલાક) થી તા:૦૫/૧૨/૨૦૨૨ (બપોરના ૧૫.૦૦ કલાક) દરમિયાન http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી) કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં. જેની ખાસ નોંધ લેવી.
સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
સૌ પ્રથમ http://ojas.gujarat.gov.in પર જવું.
“Apply Online” પર Click કરવું.
ઉમેદવાર ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ પૈકી જે માધ્યમમાં કસોટી આપવા માટે પાત્રતા ધરાવતા હોય તે માધ્યમ પસંદ કરી પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી-II(TET-II) નું ફોર્મ ભરવું. . T
Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ Personal Details ઉમેદવારે ભરવી. (અહીં લાલ(*) કુંદડીની નિશાની જયાં હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
. Educational Details ઉપર Click કરીને તેની વિગતો પૂરેપૂરી ભરવી.
હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર Click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Ok પર Click કરો. અહીં Photo અને Signature upload કરવાના છે.(ફોટાનું માપ 5 સે.મી. ઉંચાઈ અને 3.6 સે.મી. પહોળાઈ અને Signature નું માપ 25 સે.મી. ઉંચાઈ અને 7.5 સે.મી. પહોળાઈ રાખવી.) Photo અને Signature upload કરવા સૌ પ્રથમ સૌ પ્રથમ તમારો Photo અને Signature |PG format માં (10 kb) સાઈઝથી વધારે નહીં તે રીતે સોફ્ટકોપીમાં હોવા જોઈએ. Browse Button પર Click કરો. હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઈલમાં JPG formatમાં તમારો Photo store થયેલ છે તે ફાઈલને Select કરો અને Open Button ને Click કરો. હવે Browse Button ની બાજુમાં Upload Button પર Click કરો, હવે બાજુમાં તમારો Photo દેખાશે, હવે આ જ રીતે Signature પણ Upload કરવાની રહેશે.
હવે પેજના ઉપરના ભાગમા Confirm Application પર Click કરો અને Applicatlon Number તથા Birth Date Type કર્યા બાદ Ok પર click કરવાથી બે (2) બટન 1:Application Preview 2.Confirm Application દેખાશે. ઉમેદવારે Show Application Preview પર Click કરી પોતાની અરજી જોઈ લેવી.
• અરજીમાં સુધારો કરવાનો જણાય તો Edit Application ઉપર Click કરીને સુધારો કરી લેવો. અરજી Confirm કર્યા પહેલાં કોઈપણ પ્રકારનો સુધારો અરજીમાં કરી શકાશે. પરંતુ અરજી Confirm થઈ ગયા બાદ અરજીમાં કોઈપણ જાતનો સુધારો કરી શકાશે નહી. જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm Application પર Click કરવુ. વધુમાં ઉમેદવારે વિગતો ભરતી વખતે જો પોતાના નામ, અટક, જન્મ તારીખ કે કેટેગરી જો કોઈ ભૂલ કરેલ હશે તો પાછળથી માર્કશીટમાં કોઈ સુધારો કરવામાં નહી આવે તેની ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું.
Conform Application પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થઈ જશે, અહીં Confirm Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ ઉમેદવારે સાચવવાનો રહેશે. ઉમેદવારે બોર્ડ સાથે કોઈપણ પત્રવ્યવહાર કે રજૂઆત કરતી વખતે પોતાનો આ Confirmation Number દર્શાવવાનો રહેશે.
. આ પરીક્ષાની ફી માત્ર ઓનલાઈન પેમેન્ટ મોડ થી ભરવાની રહેશે,
• ઉમેદવારે ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે.
શિક્ષક યોગ્યતા કસોટી- (TET-I) નો કાર્યક્રમ
ક્રમ |
વિગત |
તારીખ\સમયગાળો |
1 |
જાહેરનામું બહાર પાડવાની તારીખ |
17/10/2022 |
2 |
વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ |
18/10/2022 |
3 |
ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો |
21/10/2022 થી 06/10/2022 (પરીક્ષાની ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી 31-12-2022) |
4 |
નેટ બેંકીંગ મારફત કી સ્વીકારવાનો સમયગાળો |
21/10/2022 થી 06/12/2022 |
5 |
લેટ ફી ભરવાનો સમયગાળો |
07/12/2022 થી 12/12/2022 |
6 |
પરીક્ષાનો સંભવિત માસ |
ફેબ્રુઆરી/માર્ચ-2023 |
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષા: TET 2
કોણ અરજી કરી શકે
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો
ફોર્મ લિંક પ્રારંભ તારીખ 21/10/2022
Official website: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
Join Telegram Channel click here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
TET-1 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.
· કુલ ગુણ ૧૫૦
· કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો |
૩૦ ગુણ |
વિભાગ-2 ભાષા- ગુજરાતી |
૩૦ ગુણ |
વિભાગ-3 ભાષા- અંગ્રેજી |
૩૦ ગુણ |
વિભાગ-4 ગણિત |
૩૦ ગુણ |
વિભાગ-5 પર્યાવરણ |
૩૦ ગુણ |
કુલ ગુણ |
૧૫૦ |
પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ (ધોરણ- ૧ થી ૫)માં શિક્ષક / વિદ્યાસહાયક થવા આ પરીક્ષા આપી પાસ કરવાની રહેશે.
(I) વિવિધ હેતુલક્ષી કુલ ૧૫૦ પ્રશ્નો રહેશે અને તેનો સમય સળંગ–૯૦ મિનિટનો રહેશે.
(II) તમામ વિભાગો અને તેના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે.
(III) તમામ વિભાગોનું એક જ પેપર રહેશે.
· વિભાગ – ૧ : બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો (Child Development & Pedagogy ) : ૩૦ બહુહેતુક પ્રશ્નો દરેકનો એક ગુણ: કુલ ગુણ – ૩૦
જેમાં Resoring Abfty Logical Ability, Teacher Aptitude bota iiler,refcation જેવી બાબતો પણ સમાવવામાં આવશે.
– બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતોનો વિભાગ ૬ થી ૧૧ વયજૂથનાં બાળકો માટેના અધ્યયન-અધ્યાપનના શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત રહેશે. ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય, વિદ્યાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય, બાળકેન્દ્રી અધ્યાપન માટેની વિષયસજજતા કેવી છે તેનું સુચારૂ મૂલ્યાંકન થાય તેવા વ્યવહારૂ પ્રશ્નો (Applied Questions) અંગેની વિચારપ્રેરક
વિષયસામગ્રી કસોટીમાં પૂછવામાં આવશે.
· વિભાગ ૨ અને ૩ : ભાષા ૧ અને ૨ ( ગુજરાતી અને અંગ્રેજી) : ૩૦– ૩૦
પ્રશ્નો : દરેકનો એક ગુણ : કુલ ગુણ – ૬૦
– ભાષાકીય સજજતા અને વિદ્યાર્થીઓ સાથેના વર્ગવ્યવહાર અને આંતરક્રિયાને લગતી સજજતાનું મૂલ્યાંકન – ભાષા-૧ ( ગુજરાતી) માં થશે. જયારે ભાષા – ૨ (અંગ્રેજી)માં ભાષાનાં મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સારઅર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં
આવશે.
· વિભાગ ૪ : ગણિત: ૩૦ પ્રશ્નો દરેકનો એક ગુણ : કુલ ગુણ – ૩૦
— વિષયની સંકલ્પના સ્પષ્ટીકરણ અંગેની બાબતો અને Problen Solving Abilities (સમસ્યાઉકેલ સંબંધી ક્ષમતા) તથા વિષયના પધ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુનું વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થશે.
· વિભાગ – ૫ : પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની
જાણકારી : ૩૦ પ્રશ્નો : દરેકનો એક ગુણ : કુલ ગુણ – ૩૦
આમ આ કસોટી માટે ધોરણ ૧ થી ૫ નો અભ્યાસક્રમ ધ્યાને લેવો, પરંતુ તેનું કઠિનતામૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ ( ધોરણ ૬ થી ૮) સાથેનું હોય તે જરૂરી છે.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો:
NHM જામનગર ભરતી 2022 મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ અને મદદનીશ જગ્યા માટે18o
CUG ભરતી 2022 121 લોઅર ડિવિઝન ક્લાર્ક, આસિસ્ટન્ટ, ડ્રાઈવર અને અન્ય જગ્યાઓ માટે2n
SDAU ભરતી 2022 વિવિધ પોસ્ટ માટે 18o
ITI બોટાદ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ 2022 માટે ભરતી21o
લીમખેડા વિદ્યાસહાયક ભરતી 202218o
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, (GUJCOST) ભરતી 202231o
GMDC ભરતી 202220o
યુકો બેંક ભરતી 202219o
હિમતનગર નગરપાલિકામાં ભરતી 202226o