Type Here to Get Search Results !

SEB PSE SSE Result 2022

 

SEB PSE SSE Result 2022 

 

રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય Primary-Secondary education Scholarship Exam-2021 Result

રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧,ગાંધીનગર

 પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૧ પરીણામ જાહેરનામું

 "Primary-Secondary education Scholarship Exam-2021 Result Notification"

 જાહેરનામા ક્રમાંક:રાપબો/પ્રા-મા.શિ.શિષ્યવૃત્તિ- ૨૦૨૧/ર૦રર/ર૭૮૧-૨૮૬૬ તા.૧૧/૦૪/ર૦રર

 વંચાણે લીધા :

.તા-૨૦/૦૨/૨૦૧૭ સિંગલ ફાઇલ પર માન.અગ્રસચિવશ્રી (શિ.વિ.)ની મળેલ મંજૂરી.

.શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક-એસસીએચ/૧૧૧૬/૫૩૯/,તા.૧૪//૨૦૧૭

3.તા.૨૩/૧૨/૨૦૨૧ ના જાહેરનામા ક્રમાંક રાપબો:પ્રા-મા.શિ.-૨૦૨૧/૧૧૪૧૭-૧૧૫૪૮ .તા.૧૪/૦૨/૨૦૨૨ના પરિપત્ર ક્રમાંક: રાપબો/PSE-SSE-EXAM-2021/૨૦૨૨/૧૨૧૬-૧૨૯૮

આમુખ- માં દર્શાવેલ તા-૨૦/૦૨/૨૦૧૭ સિંગલ ફાઇલ પર માન.અગ્રસચિવશ્રી (શિ.વિ.)ની મળેલ મંજૂરી અન્વયે પરીક્ષા માટે તાલુકાવાર ક્વોટા નિયત કરવામાં આવેલ છે.

આમુખ- અનુસાર પરીક્ષામાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે શિષ્યવૃત્તિના દર અને ક્વોટાની સંખ્યામાં વધારો કરવામાં આવેલ છે.

આમુખ- અને આમુખ-૪માં દર્શાવેલ રાજ્ય પરીક્ષા બોર્ડના તા.૨૩/૧૨/૨૦૨૧ ના જાહેરનામાથી અને તા.૧૪/૦૨/૨૦રરના પરિપત્રથી પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૧નું આયોજન તા:૨૬/૦૨/ર૦રરના રોજ કરવામાં આવેલ હતુ.

 આમુખ- થી વંચાણે લઇ તારીખ-૧૧/૦૪/૨૦રરના રોજ પરીક્ષાનું પરીણામ www.sebexam.org પર જાહેર કરવામાં આવે છે.

 

ક્વૉલીફાઇગ ગણ તથા મેરીટ યાદી તૈયાર કરવા અંગેના નિયમો:

 સંબંધિત પરીક્ષાના બંન્ને વિભાગમાં લઘુત્તમ ગુણ ૩૫% ગુણ ક્વોલીફાઇંગ ગુણ તરીકે ગણવામાં આવેલ છે.

સંબંધિત પરીક્ષાના બંન્ને વિભાગમાં લઘુત્તમ ક્વોલીફાઇંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી કવોટા અનુસારની સંખ્યા મુજબ મહત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો મેરીટમાં યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.

 સંબંધિત પરીક્ષાના બંન્ને વિભાગમાં લઘુત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના બંન્ને વિભાગના ગુણના સરવાળાને કુલ ગુણ ગણી, તે મુજબ મેરીટ યાદી તૈયાર કરવામાં આવેલ છે.

સંબંધિત પરીક્ષામાં તાલુકાવાર નિયત થયેલ ક્વોટામાં છેલ્લી જગ્યા માટે એક સરખા ગુણ ધરાવતા હોય તેવા એક કરતા વધુ વિદ્યાર્થીઓ હોય તો ક્વોટાની જગ્યા ઉંમરમાં મોટા હોય તે વિદ્યાર્થીને ફાળવવામાં આવેલ છે. સંબંધિત પરીક્ષા માટે તા.૨૦/૦૨/૨૦૧૭ સિંગલ ફાઇલ પર માન.અગ્રસચિવશ્રી (શિ.વિ.)ની મળેલ મંજૂરીથી તથા તા.૧૪//૨૦૧૭ના શિક્ષણ વિભાગના ઠરાવ અન્વયે પરીક્ષા માટે તાલુકાવાર ક્વોટા નિયત કરવામાં આવેલ છે અને તે મુજબ તાલુકાવાર મેરીટ યાદી તૈયાર કરવામાં આવેલ છે.

પરીક્ષાની ફાઇનલ આન્સરી કી તથા મેરીટ યાદી વેબસાઇટના નોટીસ બોર્ડ પર મુકવામાં આવેલ છે.

વિદ્યાર્થી પરીક્ષામાં મેળવેલ ગુણનું ગુણપત્રક વેબસાઇટ પર આપેલ “Result” ઓપ્શનમાં વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે.

ઉપરાંત મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ માટે પ્રમાણપત્ર વેબસાઇટ પર આપેલ “Result” ઓપ્શનમાં વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખના નાખી ડાઉનલોડ કરી શકાશે. ક્વૉલીફાઇગ ગુણ મેળવનાર તમામ વિદ્યાર્થી પૈકી નિયત ક્વૉટા અનુસાર પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં મેરીટમાં આવેલ 1000 તથા માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં રૂરલ એરીયાના ૧૫૦૦ ક્વોટા પૈકી ૧૩ર૦, અર્બન એરીયાના ૧૦૦૦ ક્વોટા પૈકી ૯૧૯ અને ટ્રાયબલ એરીયાના ૪૦૦ ક્વોટા પૈકી ૨૨૪ આમ કુલ ૨૯૦૦ના મેરીટ ક્વોટા પૈકીના 2463 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓની યાદી ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી, ગાંધીનગરને મોકલી આપવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી, ગાંધીનગર દ્વારા સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી મારફતે શિષ્યવૃત્તિની ચૂકવણી કરવામાં આવશે.






 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.