ઝાલોદ નગરપાલિકા તા. ઝાલોદ જી. દાહોદ સફાઈ કામદારની ભરતી અંગેની જાહેરાત
ઝાલોદ નગરપાલિકામાં નીચે મુજબની જગ્યાઓ સરકારશ્રીના પ્રવર્તમાન ધારા ધોરણ મુજબ કમિશ્નર સાહેબ મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશન ગુજરાત રાજ્ય ગાંધીનગર ના હુકમ ક્રમાંક નં. કમિ. કામદાર ભરતી/ફા.નં.૧૪૪૨/૨૦૧૭/તા.૨૩/૧૦/૨૦૧૭ તથા ફા.નં.-૧૪૪૧/૨૦૧૮ ૧૭૮૧૯ તા. ૧૮/૧૨/૨૦૨૦, તા. ૨૫/૦૫/૨૦૨૧ તેમજ તા. ૩૧/૦૧/૨૦૨૨ થી ભરતી કરવા અંગેની મળેલ મંજૂરીના અનુસંધાને સફાઇ કામદારોની મંજુર થયેલ જગ્યાઓ પ૦% મુજબની ખાલી રહેલ ૦૨ જગ્યાઓ ભરવાની થાય છે. જે માટે ૦૫ વર્ષ સુધી ફિક્સ પગારના અજમાયશી તરીકે સીધી ભરતીથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન ૩૦ સુધીમાં ઝાલોદ નગરપાલિકામાં મળી જાય તેવી રીતે સિલબંધ કવરમાં રજી.એડી/સ્પીડ પોસ્ટથી અરજી મંગાવવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જગ્યાનું નામ :- સફાઇ કામદાર,
કુલ જગ્યાઓ -02
શરતો :
(1) શૈક્ષણીક લાયકાત : લખી વાંચી શકે તેવા
(2) પ્રથમ પાંચ વર્ષ માટે સરકારશ્રીના નિયમ મુજબ ફિક્સ વેતન ચુકવવામાં આવશે. ત્યાર બાદ સંતોષકારક સેવા જણાયેથી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે. આ જગ્યાઓનું વેતન સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર આ નગરપાલિકામાં અમલી પગારપંચ - મુજબના માસિક ફિક્સ પગાર પ્રમાણે ચૂકવામાં આવશે.
(3) ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજી તા. ૦૫/૦૩/૨૦૨૨ થી ૦૪/૦૪/૨૦૨૨ સુધીમાં મળી રહે તે મુજબ ચીફ ઓફિસરશ્રી ઝાલોદ નગરપાલીકા તા. ઝાલોદ, જી. દાહોદ ખાતે ફક્ત આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ મારફતે ઝાલોદ નગરપાલિકા કચેરી તા. ઝાલોદ, જી. દાહોદ ને મોકલી આપવાની રહેશે. તથા અરજી ફોર્મ જાહેરાત પ્રસિધ્ધ થયેથી નગરપાલિકાના મહેકમ શાખામાંથી ઓફીસ સમય દરમિયાન વિનામુલ્ય મેળવી શકશો. તેમજ ઉમેદવારે કઇ કેટેગરીમાં અરજી કરી છે તે અરજીમાં સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.
(4) અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો નં.૧ | શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ પ્રમાણપત્ર શૈક્ષણીક લાયકાતની સ્વ-પ્રમાણિત નકલ તથા અરજીમાં માંગવામાં આવેલ પુરાવાઓ રજુ કરવાના રહેશે. અનામત વર્ગના ઉમેદવારે જાતી અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે અને ખોટા આધાર પુરાવા સામેલ રાખનાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે. અને તેવા ઉમેદવારોની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
(5) સામાન્ય અરજદારની વય મર્યાદા ૧૮ વર્ષ થી ૩૪ વર્ષ સુધી રહેશે. જેમાં એસ.ટી.એસ.સી. ઓ.બી.સી. તથા સ્ત્રી ઉમેદવારો વિગેરેને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે તથા જાહેરાત પ્રસિધ્ધની તારીખથી વયમર્યાદા ગણવાની રહેશે. પરંતુ તમામ પ્રકારની છૂટછાટની ગણતરી કરતા ઉંમર ૪૫ વર્ષથી વધારે હોવી જોઇએ નહી. નગરપાલિકામાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારીઓને ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહીં.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
(6) નિયામકશ્રી નગરપાલિકાની કચેરી, ગાંધીનગરના પરીપત્ર ક્રમાંક : નપાનિ/યુ-૧/વશી ૪૦૩૫/૨૦૦૪ તા.૦૩/ ૦૮/૨૦૦૪ મુજબ સરકારશ્રીએ નક્કી કરેલ શરતો અન્વયે તેમજ અમરેલી નગરપાલિકાના સ્પે.સી.એ. નં. પ૭૪૬/૧૯૯૯ માં ચુકાદાને આધીન નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને જો યોગ્ય લાયકાત ધરાવતા હશે તેઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે અને તેઓને વયમર્યાદા લાગુ પડશે નહી પરંતુ તેમણે પણ જન્મ તારીખનું પ્રમાણપત્ર અરજી સાથે ફરજીયાત જોડવાનું રહેશે.
(7) અરજી ચકાસણી પછી યોગ્યતા ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે અલગથી જાણ કરવામાં આવશે.
(8) અનામત વર્ગના ઉમેદવારો પાસેથી કોઇ ફી લેવાની રહેશે નહીં. પરંતુ અરજી સાથે પછાત વર્ગ કે અનુ.જાતિ કે અનુ.જ.જા. કે આર્થીક રીતે નબળા નું સક્ષમ ઓર્થોરીટીનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.
(9) આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઇપણ કારણોસર ફેરફાર કરવાની કે સંપૂર્ણ અથવા અંશતઃ રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે નગરપાલિકાની પસંદગી સમિતી આ માટે કોઇ કારણો આપવા માટે બંધાયેલ રહેશે નહીં. |
(10) આ જગ્યાઓ પ્રવર્તમાન રોસ્ટર રજીસ્ટરને ધ્યાને લઇને ભરવામાં આવશે.
આ પણ વાંચો 10 pass સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) ભરતી
(11)સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં અને આ અંગે કોઇ પત્રવ્યવહાર કરવામાં આવશે નહીં. તેમજ આ જાહેર નિવિદાની પ્રસિધ્ધ પહેલા ઝાલોદ નગરપાલિકામાં આપેલ અરજીઓ રદ ગણીને તેને ધ્યાને લેવામાં આવશે નહી. ઇચ્છુક ઉમેદવારોએ નવેસરથી અને મુદતમાં અરજી કરવાની રહેશે.
(12) વિકલાંગનાં પ્રકારમાં VH /HH / OH ધરાવતા વ્યક્તિ ૪૦% ધરાવતી વ્યક્તિ પણ અરજી કરી શકશે.
(13) રોજગાર વિનીમય કચેરીમાં નોંધાયેલ બેરોજગાર ઉમેદવારોએ પણ નિયત નમુના તેમજ જાહેરાતની શરતો અનુસાર અરજી કરી શકશે.
(14) અરજીઓ મંજુર કે નામંજૂર કરવાની સત્તા ઝાલોદ નગરપાલિકાની રહેશે. જેની તમામ હિત સંબંધ ધરાવનારાઓએ નોંધ લેવી.
સ્થળ:- ઝાલોદ
ઝાલોદ નગરપાલિકા
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો