પ્રાદેશિક કમિશ્નર કચેરી, ગાંધીનગર ઝોન લીગલ ઓફિસર ભરતી 2022
પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરી, ગાંધીનગર ઝોન, ગાંધીનગર લીગલ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી 2022
પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરી, ગાંધીનગર ઝોન, ગાંધીનગર એ તાજેતરમાં લીગલ ઓફિસરની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરી, ગાંધીનગર ઝોન, ગાંધીનગર લીગલ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
પ્રાદેશિક કમિશ્નર કચેરી, ગાંધીનગર ઝોન ભરતી
પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરી, ગાંધીનગર ઝોન, ગાંધીનગર અંતર્ગત લીગલ ઓફિસરની જગ્યા ઉપર ૧૧માસના કરાર આધારીત નિમણૂંક કરવાની થાય છે. આ જગ્યા પર નિમણૂંક મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરી, ગાંધીનગર ઝોન, બ્લોક નં. ૯, ભોયતળિયું, ઉદ્યોગભવન, ઘ-૪ સર્કલ પાસે, સેકટર-૧૧, પી.કો.નં. ૩૮૨૦૧૧, ગાંધીનગરને અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ અંગેના પ્રમાણપત્રો અને અન્ય આધાર પુરાવાની સ્વપ્રમાણિત નકલ સાથે તા. ૨૮/૦૨/૨૦૨૨ ના રોજ કચેરીના કામકાજના સમય દરમ્યાન મળી રહે તે મુજબ ફક્ત રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવા જણાવવામાં આવે છે. જગ્યાનું નામ :- | લીગલ ઓફિસર સંખ્યા ૧
લાયકાત(પાત્રતા |
૧ | તા. ૨૮/૦૨/૨૦૧૨ ના રોજ ઉમેદવારની વયમર્યાદા ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
૨ | માન્ય યુનિવર્સિટીમાંથી એલ.એલ.બી. ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.
૩ | ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭ માં જણાવ્યા મુજબ કોમ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
૪ | ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
૫ | નામ હાઇકોર્ટની સબોર્ડીનેટ કોર્ટ, નામ. હાઇકોર્ટ કે કાયદા હેઠળ સ્થાપિત સ્થાનિક સંસ્થા,ગવર્મેન્ટ અંડરટેકિંગ બોર્ડ, કોર્પોરેશન કે લિમેટેડ કંપનીમાં એડવોકેટ કે એટર્ની તરીકે કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય અને તે અંગેનું હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલશ્રીનું, સંબંધિત કોર્ટના પ્રિન્સિપાલ જ્યુડીશીયલ ઓફિસરશ્રીનું, પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજશ્રીનું કે સિટી સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ જજશ્રીનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ તેમજ બારકાઉન્સિલના સભ્ય હોવા જોઈએ.
6 ગુજરાતી ભાષા, બોલી, વાંચી અને લખી શકતા હોવા જોઈએ તથા ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી શકવા સક્ષમ હોવા જોઈએ અને તે અંગેનું હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલશ્રીનું પ્રમાણપત્ર, સંબંધિત કોર્ટના પ્રિન્સિપાલ જજશ્રીનું પ્રમાણપત્ર તેમજ કોઈ કાયદા હેઠળ સ્થપાયેલ સ્થાનિક સંસ્થા ગવર્મેન્ટ અંડરટેકિંગ બોર્ડ, કોર્પોરેશન કે લિમિટેડ કંપનીના કેસમાં હેડ ઓફિસરશ્રીનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
7 કોઇ ગુન્હાહિત કૃત્યમાં સંડોવાયેલા નહી હોવા અંગેનું ડેકલેરેશન રજૂ કરવાનું રહેશે.
8 ઉમેદવાર ઓછામાં ઓછા ત્રણ વર્ષનો વ્યવસાયિક અનુભવ ધરાવતા હોવા જોઈએ. (સર્વિસ, લેબર, સીવીલના કેસોના અનુભવને પ્રાયોરિટી આપવામાં આવશે.)
9 કરાર આધારિત નિયુક્ત પામનાર કર્મચારી સરકારમાં કાયદાકીય કામગીરીની સક્ષમતા ધરાવતા હોવા જોઈશે. |
નોંધ :
(૧) અરજી સાથે રજૂ કરેલ આધારપુરાવાઓ મૌખિક કસોટી દરમ્યાન અસલ પ્રમાણપત્ર સાથે ચકાસણી કરતાં ખોટા અપુરતા જણાશે તો અરજી રદ બાદલ કરવામાં આવશે. જે અંગે સક્ષમ અધિકારીશ્રીનો નિર્ણય આખરી ગણાશે.
(૨) સમયમર્યાદા પૂર્ણ થયા બાદ મળેલ અરજી માન્ય ગણવામાં આવશે નહીં.
તારીખ : ૦૩/૦૨/૨૦૨૨
સ્થળ : ગાંધીનગર પ્રાદેશીક કમિશ્નર નગરપાલિકાઓ, ગાંધીનગર ઝોન |
જાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો