Type Here to Get Search Results !

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (સુરત) ૮૪ મેડિકલ ઓફિસર ભરતીSurat Recruitment for 84 Medical Officer Posts 2022

 

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (સુરત) ૮૪ મેડિકલ ઓફિસર ભરતી

 


ગુજરાતનાં અર્બન હેલ્થ મિશન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારનાં સ્લમ (ઝુંપડપટ્ટી) વિસ્તારમાં દીનદયાળ કલીનીક શરૂ કરવા માટે અર્બન હેલ્થ સોસાયટી-સુરત ખાતે ૧૧ માસ માટે કરાર આધારિત ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવા અને ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નીચે દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે કોષ્ટકમાં દર્શાવેલ તારીખે બીજો માળ, પ્રાથમિક શાળા નં.૧૩૪, કોટ સફીલ

રોડ, અપના બજારની બાજુમાં, સરકારી આર્યુવેદીક કલીનીકની ઉપર, નવાપુરા, ભાગળ, સુરત-૩૯૫૦૦૩ ખાતે અસલ પ્રમાણપત્રો તેમજ તેની પ્રમાણિત નકલો સહિત (જેવી કે સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, તમામ વર્ષની માર્કશીટ, ડીગ્રી સર્ટીફીકેટ, રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ, આઈ.ડી.પ્રુફ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ) અરજી કરવાની રહેશે. માન્ય ઉમેદવારોને પાછળથી ઈન્ટરવ્યુ માટે ટેલીફોનીક અથવા મેસેજ (SMS) થી જાણ કર્યેથી પર્સનલ

ઈન્ટરવ્યુમાં સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. ઉમેદવાર ઈન્ટરવ્યુ માટે જણાવેલ તારીખ અને સમયે હાજર થયેથી નિમણુંકને પાત્ર રહેશે નહીં.

અરજી સ્વીકારવાની તારીખ

તા.૧૦/૦૧/૨૦૨૨ અને તા.૧૧/૦૧/૨૦૨૨

(જાહેર રજાના દિવસ સિવાય)

જગ્યાનું નામ : મેડિકલ ઓફિસર (M.B. B.S.)

જગ્યા લાયકાત

. એમ.બી.બી.એસ.

. ધી ગુજરાત મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન ચાલુ હોવું જોઈએ.

માસિક મહેનતાણું

 ફિક્સ પગાર. રૂા.૩૦,000/- પ્રતિમાસ

૩. વય મર્યાદા: 58 વર્ષથી વધુ નહીં.

શરતોઃ

() સદર દીનદયાળ કલીનીકની સેવા સાંજે -૦૦ કલાકથી રાત્રે -૦૦ સુધી આપવાની રહેશે.

() તબીબને જરૂર હોય તો એક પેરા મેડીકલ સ્ટાફ પોતાની જરૂરિયાત મુજબ રાખી શકાશે. જેનો સંપૂર્ણ ખર્ચ જે-તે પસંદગી પામેલ તબીબે પોતે ભોગવવાનો રહેશે તથા જરૂરી તબીબી તપાસનાં સાધનોની વ્યવસ્થા તબીબે સ્વખર્ચે કરવાની રહેશે. અંગે રાજ્ય સરકાર કે કોર્પોરેશન તરફથી કોઈપણ પ્રકારની નાણાકીય સહાય મળવાપાત્ર રહેશે નહીં.

() યોજના હેઠળ પસંદગી પામેલ તબીબી અધિકારીએ તેમના ખાનગી વ્યવસાયનાં સ્થળ, સમય અને સંપર્કની વિગતો સંબંધિત પસંદગી અધિકારીશ્રીને આપવાની રહેશે. તબીબી અધિકારીએ અર્બન હેલ્થ કલીનીક ખાતેનાં કામકાજનાં કલાકો સિવાય ખાનગી વ્યવસાયની છૂટ રહેશે.

() મેડીકલ પ્રેક્ટીશનર તરીકે જે તે વિસ્તારનાં સ્થાનિક ખાનગી પ્રેક્ટીસ કરતાં તબીબને પ્રાથમિક્તા આપવામાં આવશે.

નોંધઃ ઉમેદવારોએ કોવિડ-૧૯ની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

તા.૦૭/૦૧/૨૦૨૨

સુરત મહાનગરપાલિકા

જાહેરાત જોવા માટે:  Click Here
 

વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.