રાજકોટ મહાનગરપાલિકા મહેકમ શાખા સ્ટેશન ઓફિસર સંવર્ગની જગ્યા માટે ડોકયુમેન્ટ વેરીફીકેશન બાદ એલીજીબલ થયેલ ઉમેદવારો સબંધી જરૂરી સુચના
રાજકોટ મહાનગરપાલિકાની “સ્ટેશન ઓફિસર" ની કુલ-૦૨ જગ્યાઓ ભરવા વર્તમાનપત્રમાં જાહેરાત તેમજ સુધારા જાહેરાત આપી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ મારફત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ, જે વિગતે અરજી કરેલ તેમજ નિયત ફિ ભરેલ તમામ ઉમેદવારોનાં ડોકયુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવેલ, બાદમાં એલીજીબલ થયેલ ઉમેદવારોની પ્રેક્ટીકલ ટેસ્ટ કમ મૌખિક ઈન્ટરવ્યું આગામી તા.૦૫/૦૨/૨૦૨૧ નાં રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર, કોઠારીયા રોડ. રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
જે વિગતે એલીજીબલ થયેલ ઉમેદવારોને પ્રેક્ટીકલ પરીક્ષાનો કોલલેટર ડાઉનલોડ કરવા ટેલીફોનીક તથા એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે. કોલલેટરમાં દર્શાવેલ તમામ વિગતો વાંચીને નિયત સ્થળ, તારીખ, તેમજ સમયે હાજર રહેવા આથી જાણ કરવામાં આવે છે.
સુચના જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો