Type Here to Get Search Results !

GSSSB Multi Purpose Health Worker (Male) increase in vacancies NOTIFICATION

 GSSSB મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર જગ્યામાં વધારા અંગેની સુધારા જાહેરાત


 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

જા.ક્ર. ૪૪૧/૨૦૨૬૨૭, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), વર્ગ-૩ સંવર્ગની

જગ્યામાં વધારા અંગેની સુધારા જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના અધિક નિયામકશ્રી (જાહેર આરોગ્ય), તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ પ્રભાગ હસ્તકના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૦૦ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત ક્રમાંક: ૪૪૧/૨૦૨૬૨૭, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), વર્ગ-૩ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

હાલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના હેઠળના અધિક નિયામકશ્રી (જાહેર આરોગ્ય), તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ પ્રભાગ હસ્તકના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), વર્ગ-૩ સંવર્ગની દશ વર્ષીય ભરતી કેલેન્ડર (વર્ષ: ૨૦૨૪-૩૩) મુજબ વર્ષ-૨૦૨૬ માટે મંજૂર થયેલ કુલ-૧૫ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેનું માંગણીપત્રક મંડળને પ્રાપ્ત થયેલ છે. જે અન્વયે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓમાં સુધારો કરવાનો થાય છે, તેથી તા.૧૪/૦૭/૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ ઉકત જાહેરાતના પૃષ્ઠ (૧) પર દર્શાવેલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), વર્ગ-૩ ની જગ્યાઓમાં વધુ ૧૫ જગ્યાઓનો ઉમેરો થયેલ હોઇ, કુલ-૧૧૫ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જગ્યાઓની સંખ્યામાં થયેલ વધારાના પરિણામે અનામત કેટેગરી મુજબની જગ્યાઓની સંખ્યામાં પણ સુધારો થયેલ છે, આથી કેટેગરી વાઈઝ ભરવાની થતી નીચે દર્શાવ્યા મુજબની જગ્યાઓ સંબંધિત ઉમેદવારોએ ધ્યાને લેવાની રહેશે.

જા.ક્ર. ૪૪૧/૨૦૨૬૨૭, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), વર્ગ-૩ અન્વયે ઉપર દર્શાવેલ જગ્યાઓની સંખ્યામાં કરવામાં આવેલ સુધારા સિવાયની અન્ય તમામ જોગવાઈઓ/બાબતો મૂળ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ યથાવત રહેશે. સંબંધિત ઉમેદવારોએ તેની ખાસ નોંધ લેવી.

 


Important Links

Notification:  Click Here


Official website: Click Here

 

Join WhatsApp Channel: Click Here

Join Telegram Channel: Click Here

Gujueduhouse Official Website: Click Here

LATEST NEW JOBS CLICK HERE

 LATEST GUJARAT JOBS CLICK HERE

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.