તાપી વ્યારા ટ્રાફીક સેવકો ભરતી 2026
તાપી વ્યારા ટ્રાફીક સેવકો ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2026
તાપી વ્યારા દ્વારા તાજેતરમાં ટ્રાફીક સેવકોની ખાલી જગ્યાઓ 2026 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો તાપી વ્યારા ટ્રાફીક સેવકોની જગ્યાઓ માટે ભરતી 2026 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: તાપી વ્યારા
કુલ ખાલી જગ્યા: પોસ્ટ્સ
પોસ્ટ: ટ્રાફીક સેવકો પોસ્ટ્સ
કોણ અરજી કરી શકે
લાયકાત:
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
માનદ સેવા માટે ટ્રાફીક સેવકોની નિમણુંક અંગે તાપી જિલ્લાના વ્યારા, અને સોનગઢ ટાઉન ટ્રાફિક નિયમન માટે નીચે મુજબની લાયકાત ધરાવતા સ્થાનિક સેવકો (પુરૂષો) તથા (મહીલા) ઉમેદવારો પાસેથી ટ્રાફીક અંગેની માનદ સેવા અંગે અરજીઓ મંગાવવામાં આવે છે.
(૧) શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી.કે તેથી વધુ
(ર) ઉમર મર્યાદા:- ૧૮ થી ૪૦ વર્ષ તા.૩૧/૦૭/૨૦૨૬ ના રોજ
(૩) ઉચાઈ:- પુરૂષ ઓછામાં ઓછી ૧૬૨ સે.મી. મહિલા માટે ૧૫૦ સે.મી.
(૪) એન.સી.સી.સર્ટીફીકેટ/સ્પોર્ટસ રાજય કક્ષાએ વિજેતા/રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલ ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.
(૫) ટ્રાફીક સેવકમાં પસંદગી પામેલ ઉમેદવારોને વિના મુલ્યે ગણવેશ/ તાલીમ આપવામાં આવશે. તાલીમ દરમ્યાન કોઇ વળતર ચુકવવા પાત્ર નથી. પસંદગી થયા બાદ તાલીમ આપ્યા બાદ માનદ સેવા પેટે ફરજના એક દિવસના રૂ. ૪૫૦ ચુકવવામાં આવશે. તે ઉપરાંત કોઈ ભથ્થા ચુકવવામાં આવશે નહી.
(૬) અરજદારોએ અરજી સાથે બે ફોટા રહેઠાણ અને શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ અંગેના પુરાવા સાથે લાવવાના રહેશે. તેમજ અરજી સાથે તેની પ્રામાણિત નકલ જોડવાની રહેશે.
(૭) અરજદારે અરજી ફોર્મ વ્યારા પો.સ્ટે તથા સોનગઢ પો.સ્ટે ખાતેથી તા.૨૨/૦૮/૨૦૨૬ થી તા.૨૩/૦૮/૨૦૨૬ થી કચેરી સમય દરમ્યાન મેળવી લઈ અરજી પત્રક વ્યારા પો.સ્ટે તથા સોનગઢ પો.સ્ટે ખાતે જમા કરાવવાના રહેશે. અરજી ફોર્મની ઝેરોક્ષ વાળુ ફોર્મ ભરતી માટે માન્ય રહેશે નહી.
(૮) રસ ધરાવતા લાયક ઉમેદવારોએ શૈક્ષણિક તથા અન્ય લાયકાત અંગેના અસલ પ્રમાણપત્રો તથા તેની ખરી નકલો તથા વધારાના પાસપોર્ટ સાઈસના બે ફોટો ગ્રાફ સાથે શારીરીક ચકાસણી માટે પોલીસ હેડક્વાટર, વ્યારા-તાપી ખાતે ઉપસ્થિત થવા પાછળથી જણાવવામાં આવશે.
(૯) ઉમેદવારોએ ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કરવાની રહેશે.
(૧૦) તાલીમ દરમિયાન તથા શારીરિક ચકાસણી અને લેખિત પરીક્ષા દરમિયાન કોઈ માનદ ભથ્થુ ચુકવવામાં આવશે નહી.
(૧૧) ઉપરોક્ત ટ્રાફીક બ્રિગેડની ભરતી ફક્ત તાપી-વ્યારા જીલ્લાના ઉમેદવારોએ જ કરવાની રહેશે.
નોંધ:- ઉમેદવારોની માનદ સેવા સ્વીકારવા અંગે પોલીસ અધિક્ષકશ્રી, તાપી-વ્યારાનો નિર્ણય આખરી ગણાશે.
સ્થળ : તાપી-વ્યારા
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
LATEST GUJARAT JOBS CLICK HERE
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
