Type Here to Get Search Results !

જિલ્લા પંચાયત નવસારી ભરતી District Panchayat Navsari Recruitment for the posts of Legal Advisor 2026

 જિલ્લા પંચાયત નવસારી ભરતી 2026 

 

જિલ્લા પંચાયત નવસારી કાયદા સલાહકાર ની જગ્યાઓ માટે ભરતી 2026

જિલ્લા પંચાયત નવસારી દ્વારા તાજેતરમાં કાયદા સલાહકારની ખાલી જગ્યાઓ 2026  માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જિલ્લા પંચાયત નવસારી કાયદા સલાહકારની જગ્યાઓ માટે ભરતી 2026  માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જિલ્લા પંચાયત નવસારી ખાતે "કાયદા સલાહકાર"ની કુલ જગ્યા-૧ની સરકારશ્રીના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા.૨૯-૦૬-૨૦૨૨ના પત્રથી ઉપરોક્ત નિમણૂંક કરવા મંજુરી આપવામાં આવેલ છે તેમજ સરકારશ્રીના તા.૨૭/૦૫/૨૦૨૪ના ઠરાવની લાયકાત અંગેનો સુધારો ધ્યાને લઇ, સબબ જગ્યા માટે નીચે જણાવેલ શરતોને આધિન આવેદનપત્ર જાહેરાતના દિન-૧૦માં અરજી જિલ્લા વિકાસ અધિકારી, મહેકમ શાખા, પહેલો માળ, જિ.પં.નવસારી ખાતે રજી.એડીથી મોકલવા જણાવવામાં આવે છે.

(૧) શૈક્ષણિક લાયકાત:-

૧. ભારતની માન્ય યુનિવર્સિટીમાં ઓછામાં ઓછી કાયદાના સ્નાતકની ડીગ્રી.

૨. કાયદાની પ્રેકટીશ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઇએ.

3. CCC+ level નું કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.

(૨) મહતમ વયમર્યાદા:- ૫૦ વર્ષ

(૩) અનુભવ:-

૧. હાઇકોર્ટની સબઓર્ડીનેટ કોર્ટમાં પ્રેક્ટિસિંગ એડવોકેટ અથવા એટર્ની અથવા સરકારી વકીલ તરીકે લગભગ પાંચ વર્ષનો અનુભવ, અથવા

૨. હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ અથવા એટર્ની અથવા સરકારી વકીલ તરીકે લગભગ પાંચ વર્ષનો અનુભવ; અથવા

૩. સ્થાનિક સંસ્થાઓ અથવા સરકારી ઉપક્રમ બોર્ડ/કોર્પોરેશન અથવા કાયદા દ્રારા સ્થાપિત લિમિટેડ કંપનીમાં કાનૂની બાબતોનો લગભગ પાંચ વર્ષનો અનુભવ.

૪. એડવોકેટ તરીકે સંબંધિત કોર્ટમા પ્રેક્ટિસનો સમયગાળો હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા ઉમેદવારના કિસ્સામાં હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્રારા અથવા હાઇકોર્ટને ગૌણ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા ઉમેદવારના કિસ્સામાં પ્રિન્સિપલ જ્યુડિશિયલ ઓફિસર દ્રારા અથવા સંબંધિત જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ જજ જ્યાં સીટી પ્રિન્સિપલ કોર્ટના પ્રિન્સિપલ જજ હોય તેવા ઉમેદવાર દ્વારા પ્રમાણિત થયેલ હોવી જોઇએ.

(૪) નિમણુંક બાબત:-

૧. ઉમેદવાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયામાં નોંધણી ધરાવતો હોવો જોઇએ,

૨. પૂર્ણ સમય માટે માત્ર ૧૧ માસ કરાર આધારિત સેવાઓ લઇ શકાશે.

(૫) મહેતાણું અને રજા:-

૧. કાયદા સલાહકારને આ જગ્યા પર માસિક રૂ.૬૦,૦૦૦/-ના એકત્રિત વેતન પર કોઈપણ જાતના ભથ્થા કે પગાર પંચના લાભો મળવાપાત્ર થશે નહી. તેમજ અન્ય શરતો જિલ્લા પંચાયતની વેબસાઇટ https://navsaridp.gujarat.gov.in ઉક્ત પરિપત્રની નક્લ સામેલ છે. વધુર્મા અન્ય વિગતો માટે કચેરી સમય દરમ્યાન ફોન નં.૦૨૬૩૭ ૨૪૪૩૯૯ પર સંપર્ક સાધી શકશો.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 15 દિવસની અંદર (જાહેરાત પ્રકાશિત તારીખ: 26-05-2026)

 

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.