TAT-S શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – ૨૦૨૬ પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર બાબત અગત્ય ની જાહેરાત
વિષય: “શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – ૨૦૨૬" ની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર બાબત..
સંદર્ભ : (૧) રાજ્ય પરીક્ષા બોર્ડનાં જાહેરનામાં ક્રમાંક:રાપબો/TAT-S/૨૦૨૬/૨૨૦૯-૨૨૪૯, તા:૧૨/૦૨/૨૦૨૬
પરિપત્ર:
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંદર્ભ (૧) દર્શિત જાહેરનામાં અનુસાર “શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – ૨૦૨૬” નુ આયોજન તા:૨૬/૦૪/૨૦૨૬ નાં રોજ કરવામાં આવેલ હતું.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.૦૧/૦૪/૨૦૨૬ના પત્ર ક્રમાંક:ચટણ/સ્થા.સ્વ./૧૩(૬)/૦૪૨૦૨૬/ક-૯૬૪૭-૯૭૬૧ ની અખબારી યાદી દ્રારા તા:૨૬/૦૪/૨૦૨૬ નાં રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ નુ આયોજન કરવામાં આવેલ છે.
ઉક્ત પરિસ્થિતિને ધ્યાને લેતા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંદર્ભ (૧) થી નિયત થયેલ “શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – ૨૦૨૬” ની પ્રાથમિક કસોટી તા:૨૬/૦૪/૨૦૨૬ નાં બદલે હવે તા:૦૩/૦૫/૨૦૨૬ નાં રોજ આયોજિત કરવામાં આવેલ છે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી.
રાજય પરીક્ષા બોર્ડના તા:૧૨/૦૨/૨૦૨૬ નાં જાહેરનામાંની અન્ય બાબતો / જોગવાઈઓ યથાવત રહેશે. પરીક્ષા સબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઇટ જોતા રહેવાનું રહેશે.
મહત્વપૂર્ણ Links
NOTIFICATION : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
%20%E2%80%93%20%E0%AB%A8%E0%AB%A6%E0%AB%A8%E0%AB%AC%20%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A5%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%20%E0%AA%95%E0%AA%B8%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AB%80%20%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%96%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%20%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0%20%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A4%20%E0%AA%85%E0%AA%97%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%20%E0%AA%A8%E0%AB%80%20%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4.png)