Type Here to Get Search Results !

અમદાવાદ જિલ્લામાં પી એમ પોષણ યોજના (મભોયો) ભરતી PM POSHAN YOJANA (MDM) Ahmedabad BHARTI 2026

 અમદાવાદ જિલ્લામાં પી એમ પોષણ યોજના (મભોયો) ભરતી 2026 

 

અમદાવાદ જિલ્લામાં પી એમ પોષણ યોજના (મભોયો) જિલ્લા પ્રોજેક્ટકો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝર ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2026

અમદાવાદ જિલ્લામાં પી એમ પોષણ યોજના (મભોયો) દ્વારા તાજેતરમાં જિલ્લા પ્રોજેક્ટકો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ 2026  માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો અમદાવાદ જિલ્લામાં પી એમ પોષણ યોજના (મભોયો) જિલ્લા પ્રોજેક્ટકો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝરની જગ્યાઓ માટે ભરતી 2026  માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

અમદાવાદ જિલ્લામાં પી એમ પોષણ યોજના (મભોયો) હેઠળ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં નીચે મુજબની જગ્યાઓ માટે જગ્યા ભરવાની જાહેરાત યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી આવકાવે છે.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: અમદાવાદ જિલ્લામાં પી એમ પોષણ યોજના (મભોયો)

 

કુલ ખાલી જગ્યા: 10 પોસ્ટ્સ

 

પોસ્ટ:

 જિલ્લા પ્રોજેક્ટકો-ઓર્ડીનેટર જગ્યાની સંખ્યા 2

 

 તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝર જગ્યાની સંખ્યા 8

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

જિલ્લા પ્રોજેક્ટકો-ઓર્ડીનેટર(ગ્રામ્ય અનેશહેર)

(૧) માન્ય યુનિવર્સિટીમાંથી ૫૦% કે તેથી વધુ ગુણાંકન સાથેની સ્નાતકની પદવી.

૨) સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી.ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેકટીકલ ટેસ્ટ લઇને કરવામાં આવશે.

(૩) માન્ય યુનિવર્સિટીમાંથી એમ.સી.એ.ની ડિગ્રીવાળાને અગ્રિમતા.

 

માસિક મહેનતાણ

18000/-

 

તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝર

 (૧) માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજયુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રીશન/સાયન્સની ડિગ્રી

(૨) કોમ્યુટરની જાણકારી

માસિક મહેનતાણ

25000/-

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પી એમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ એમ.ડી.એમ સુપરવાઈઝરની ૧૧ માસના કરાર આધારીત ભરતી માટે પસંદગી કરવા માટે ઉપર મુજબની યોગ્ય લાયકાતો અને પુઓ અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી, પી એમ પોષણ યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સર્કલ પાસે, અમદાવાદ માંથી મેળવી શકાશે. નિયત નમુનામાં જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ કામના દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ. અરજી કરતા પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા (૧૮ વર્ષથી ઓછી નહી અને ૫૮ વર્ષથી વધુ નહીં), અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સુચનાઓ/માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ પોષણ યોજના (મ.ભો.યો.) ની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજના (મભોયો) દ્વારા લેખિત ઈ-મેઈલ દ્વારા જણાવવામાં આવશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 15 દિવસની અંદર (જાહેરાત પ્રકાશિત તારીખ: 26-03-2026)

 

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.