નેશનલ આયુષ મિશન ભરૂચ ભરતી 2026
નેશનલ આયુષ મિશન ભરૂચ યોગ ઈન્સ્ટ્રકટર ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2026
નેશનલ આયુષ મિશન ભરૂચ દ્વારા તાજેતરમાં યોગ ઈન્સ્ટ્રકટરની ખાલી જગ્યાઓ 2026 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો નેશનલ આયુષ મિશન ભરૂચ યોગ ઈન્સ્ટ્રકટરની જગ્યાઓ માટે ભરતી 2026 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: નેશનલ આયુષ મિશન ભરૂચ
કુલ ખાલી જગ્યા: 28 પોસ્ટ્સ
પોસ્ટ: યોગ ઈન્સ્ટ્રકટર પોસ્ટ્સ
કોણ અરજી કરી શકે
નેશનલ આયુષ મિશન અંતર્ગત ભરૂચ જીલ્લામાં મંજુર થયેલ નીચે મુજબના કુલ ૧૪ આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) ખાતે યોગ બાબતે કામગીરી માટે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત,ભરૂચ દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) ખાતે પાર્ટટાઈમ માટે નીચે દર્શાવ્યા સેન્ટર દીઠ ૦૧ પુરુષ અને ૦૧ મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટર આમ કુલ ૧૪ પુરુષ અને ૧૪ મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટર ની કોન્ટ્રાક્ટથી ૧૧ માસના કરાર આધારિત પાર્ટટાઈમ નિમણુક તથા પ્રતિક્ષાયાદી તૈયાર કરવા માટે નીચેની વિગતે વોક-ઈન-ઈન્ટરવ્યુ રાખેલ છે.
યોગ નિષ્ણાત માટેની શૈક્ષણિક લાયકાત:
સરકાર માન્ય સંસ્થા / યુનિવર્સિટી અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથે પ્રાપ્ત કરેલ સર્ટિફીકેટ/ડીપ્લોમાં/ ડીગ્રી અથવા અન્ય સંલગ્ન કોર્ષ પૈકી કોઈપણ એક માન્ય લાયકાત ધરાવતા હોવા જોઈએ.
વય મર્યાદા - ૧૮ વર્ષથી ૪૫ વર્ષ હોવી જોઈએ. ઈન્ટરવ્યુ તારીખના રોજ ૧૮ વર્ષ પુરા થયેલા હોવા જોઈએ.
કામગીરી તથા વેતન:
(૧) પુરુષ યોગ ઈન્સ્ટ્રકટર ને માસિક મહત્તમ રૂ. ૮૦૦૦/- (એક કલાકના યોગ સેશનના રૂ. ૨૫૦/- લેખે કુલ ૩૨ સેશન માટે.)
(૨) મહિલા યોગ ઈન્સ્ટ્રકટર ને માસિક મહત્તમ રૂ. ૫૦૦૦/-(એક કલાકના યોગ સેશનના રૂ.૨૫૦/- લેખે કુલ ૨૦ સેશન માટે.)
કામગીરીનું સ્થળ:
નીચે મુજબના કુલ ૧૪ આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) ખાતે યોગ ઇન્સ્ટ્રક્ટરની જગ્યા ભરવાની થાય છે.
૧. જુના દીવા.તા.અંકલેશ્વર (૧- પુરુષ, ૧-મહિલા)
૨. લુણા,તા.વાલિયા (૧-પુરુષ ૧-મહિલા)
૩. પખાજણ, તા.વાગરા (૧- પુરુષ. ૧-મહિલા)
૪. કતપોર, તા.હાંસોટ (૧-પુરુષ. ૧-મહિલા)
૫. ચિખલી.તા.નેત્રંગ (૧- પુરુષ. ૧-મહિલા)
૬. ગાલિબા,તા.નેત્રંગ (૧-પુરુષ, ૧-મહિલા)
૭. વેલુગામ,તા.ઝઘડીયા (૧- પુરૂષ, ૧-મહિલા)
૮. અશા.તા.ઝઘડીયા (૧- પુરુષ. ૧-મહિલા)
૯. દરિયા.તા.ઝઘડીયા (૧- પુરુષ, ૧-મહિલા )
૧૦, દેવલા,તા.જંબુસર (૧- પુરુષ, ૧-મહિલા)
૧૧. નબીપુર, તા.ભરૂચ (૧-પુરુષ. ૧-મહિલા)
૧૨. ૫રીએજ.તા.ભરૂચ (૧-પુરુષ. ૧-મહિલા)
૧૩. વાગરા,તા.વાગરા (૧- પુરુષ, ૧-મહિલા)
૧૪. કારેલી,તા.જંબુસર (૧- પુરુષ. ૧- મહિલા)
અરજીનો નમુનો-
(૧) ઉમેદવારનું નામ (૨) સરનામું (૩) ઈ-મેલ એડ્રેસ,મો.નંબર (૪) જન્મ તારીખ (૫) શૈક્ષણિક લાયકાતની વિગત (૬) યોગ અંગેના અનુભવની વિગત (૭) ઉમેદવારની સહી અરજી સાથે બિડાણના સર્ટિફિકેટ (ખરાઈ કરેલ ૦૨ નકલમાં) (૮) એલ.સી. (૯) શૈક્ષણિક લાયકાતની નકલો (૧૦) યોગ અંગેના અનુભવનું પ્રમાણપત્ર (૧૧) ઓળખ તથા રહેઠાણનો પુરાવો (૧૨) પાસપોર્ટ સાઈઝ ના ૨ ફોટા સાથે સ્વ ખર્ચે હાજર થવાનું રહેશે.
પસંદગી પ્રક્રિયા: -
પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે.
વોક-ઈન-ઈન્ટરવ્યુ ની તારીખ ૨૩/૦૩/૨૦૨૬, સોમવાર
સ્થળ: જીલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી,
જિલ્લા પંચાયત પાંચબત્તી ભરૂચ
રજિસ્ટ્રેશન સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાકે
ઇન્ટરવ્યુનો સમયઃ સવારે ૧૧:૩૦ થી ૧૪:૩૦ કલાકે
નોંધ: ૧) કોઈપણ ઉમેદવારને નિમણુંક આપવી કે નહી તે બાબતનો સંપૂર્ણ અધિકાર કમિટીનો રહેશે.
૨) પુરતા ઉમેદવાર ન મળે ત્યા સુધી દર મહિનાના પ્રથમ અને ત્રીજા ગુરૂવારે ઉપર દર્શાવેલ સ્થળ અને સમય મુજબ વોક-ઈન-ઈન્ટરવ્યું નું આયોજન કરવામાં આવશે.
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
