SEB TAT S માધ્યમિક સૂચના 2026: શિક્ષક યોગ્યતા કસોટી માટે ઓનલાઈન અરજી કરો
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા “શિક્ષક અભિરુચિ કસોટી ( Secondary) – 2026” એટલે કે TAT-S 2026 માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
TAT exam 2026: ગુજરાતમાં શિક્ષણ બનવાનું સપનું જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાતના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી 2026 ( Secondary) એટસલે કે TAT-S 2026 માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે.
ગુજરાત રાજ્યમાં માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે કારકિર્દી બનાવવાનું સપનું જોતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ જાહેરાત બહાર પડી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા “શિક્ષક અભિરુચિ કસોટી ( Secondary) – 2026” એટલે કે TAT-S 2026 માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. હવે માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની કારકિર્દી બનાવવા માટે ઉમેદવારો માટે ઉત્તમ તક આવી ગઈ છે.
ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉદેવારો TAT-S 2026 પરીક્ષામાં ભાગ લેવા માટે અરજી કરી શકે છે. આ લેખમાં પરીક્ષા સંબંધી તમામ માહિતી આપવામાં આવી છે.
TAT-S 2026 પરીક્ષાની મહત્વની માહિતી
|
સંસ્થા |
રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) |
|
પરીક્ષાનો પ્રકાર |
TAT-S 2026 |
|
વિષયો |
ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના વિવિધ વિષયો |
|
એપ્લિકેશન મોડ |
ઓનલાઈન |
|
અરજી કરવાની શરુઆતની તારીખ |
18-2-2026 |
|
અરજી કરવાની છેલ્લી તારીખ |
27-2-2026 |
|
ફી ભરવાની છેલ્લી તારીખ |
28-02-2026 |
|
પ્રાથમિક પરીક્ષા |
26-04-2026 |
|
મુખ્ય પરીક્ષા |
જૂન-૨૦૨૬ |
કયા ઉમેદવારો TAT-S 2026 પરીક્ષામાં ભાગ લઈ શકશે?
રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલી શૈક્ષણિક તથા તાલીમ લાયકાત ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકે. અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે, પરંતુ ભરતી પ્રક્રિયા સમયે લાયકાત પૂર્ણ કરેલી હોવી આવશ્યક છે.
TAT-S 2026 Exam : કયા વિષયો માટે પરીક્ષા?
વિષયો:
શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) અંતર્ગત ગુજરાત માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ વિનિયમો ૧૯૭૪ની જોગવાઈ અનુસાર માધ્યમિક શાળામાં શીખવવામાં આવતા વિષયો પૈકી નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા સૂચવવામાં આવેલ નીચે મુજબનાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં દર્શાવેલ વિષયોની કસોટી યોજવામાં આવશે.
ગુજરાતી માધ્યમ માટે નીચે મુજબનાં વિષયોની કસોટી યોજવામાં આવશે.
➤ GUJRATI, HINDI, ENGLISH, SOCIAL SCIENCE, MATHS-SCIENCE, SANSKRIT, COMPUTER, PHYSICAL EDUCATION, AGRICULTURE
અંગ્રેજી માધ્યમ માટે નીચે મુજબનાં વિષયોની કસોટી યોજવામાં આવશે.
GUJRATI, HINDI, ENGLISH, SOCIAL SCIENCE, MATHS-SCIENCE, SANSKRIT, PHYSICAL EDUCATION.
શૈક્ષણિક લાયકાત
નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતો વખત થતા સુધારા વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવાર જ આ શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) માટે ઉપસ્થિત થઈ શકશે.
શૈક્ષણિક લાયકાત શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:મશબ/૧૧૧૬/૧૨/છ, તા:૧૧/૦૧/૨૦૨૧, શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક: મશબ/1116/12/ છ, તા:19/10/2022, ઠરાવ ક્રમાંક: ED/MSM/e-file/3/2023/1662/CHH, તા:૧૭/૦૫/૨૦૨૩, ઠરાવ ક્રમાંક: ED/MSM/e-file/3/2023/1662/CHH, તા:૧૯/૦૫/૨૦૨૩ અને ઠરાવ ક્રમાંક: ED/MSM/e-file/3/2023/2440/CHH, તા:૧૫/૦૭/૨૦૨૩ મુજબ રહેશે. (ઠરાવ આ સાથે સામેલ છે.)
જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે. આવા વિદ્યાર્થીઓની આ પરીક્ષાની અરજી તેઓના છેલ્લા વર્ષની પરીક્ષાના પરિણામને આધિન રહેશે. આ પ્રકારની તકથી TAT - Sમાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ ભવિષ્યમાં યોજાનાર શિક્ષક ભરતી પ્રક્રિયામાં સંબંધિત લાયકાત પાસ થયાની માર્કશીટ રજુ કરવાની રહેશે. ભરતી
પ્રક્રિયા જાહેર થાય ત્યાં સુધી માન્ય લાયકાતનુ પરિણામ મેળવી ન શકનાર ઉમેદવાર ભરતી પ્રક્રિયામાં હક દાવો કરી શકશે નહિ. ભરતી બાબતે ભરતી સમિતિ જે નિર્ણય લેશે તે આખરી અને માન્ય ગણાશે.
શૈક્ષણિક અને તાલીમી લાયકાતની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનું નિર્ણય જ અંતિમ રહેશે. તેથી આપ આ શૈક્ષણીક અને તાલીમી લાયકાતની પુરતી ચકાસણી કરી ભરતી માટે લાયક હોય તો જ ફોર્મ ભરવા સૂચન છે.
TAT-S 2026 Exam માટે પરીક્ષા ફી
|
કેટેગરી |
ફી |
|
સામાન્ય વર્ગના ઉમેદવારો માટે |
₹500 |
|
SC/ST/SEBC/EWS/PH ઉમેદવારો માટે |
₹400 |
TAT પરીક્ષા પેટર્ન 2026 -TAT-S બે તબક્કાની સ્પર્ધાત્મક પરીક્ષા છે:
1. પ્રાથમિક પરીક્ષા જે એમસીક્યુ આધારીત હશે
2. મુખ્ય પરીક્ષા જે વર્ણનાત્મક લેખિત હશે
TAT S Preliminary Exam: ટાટ પ્રાથમિક પરીક્ષા 2026ની માહિતી
કસોટી/ પરીક્ષાનું સ્વરૂપ:
"શિક્ષક અભિરુચિ કસોટી” પ્રાથમિક અને મુખ્ય એમ દ્વિસ્તરીય સ્પર્ધાત્મક પરીક્ષા સ્વરૂપની રહેશે.
A. પ્રાથમિક પરીક્ષા : આ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની રહેશે.
B. મુખ્ય પરીક્ષા : આ પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપની રહેશે.
A. પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam) નું સ્વરૂપ :
પ્રાથમિક પરીક્ષા ૨૦૦ ગુણની બહુવિકલ્પ સ્વરૂપની (Multiple Choice Question) હશે.
આ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ – ૧ માં ૧૦૦ પ્રશ્નો રહેશે તથા વિભાગ-૨ માં ૧૦૦ પ્રશ્નો રહેશે.
૧૦૦ ગુણનો પ્રથમ વિભાગ તમામ ઉમેદવારો માટે એક સરખો રહેશે.
૧૦૦ ગુણનો બીજો વિભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે.
આ કસોટીના બંન્ને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.
પ્રશ્નપત્રનો સળંગ સમય ૧૮૦ મિનિટનો રહેશે.
દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.
દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ ૦.૨૫ ગુણ (માઈન્સ) નકારાત્મક મૂલ્યાંકન રહેશે.
વિભાગ-૧: સામાન્ય અભ્યાસ (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગુણ)
સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો (૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)
બંધારણની મૂળભૂત ફરજો (Fundamental duties-Article-51(A)), ગુજરાતી સાહિત્ય, રાજનીતિ અને શાસનતંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું, વિજ્ઞાન અને ટેકનોલોજી, ખેલકૂદ અને રમતો, મહાન વિભૂતિઓ (દેશ), સંગીત અને કલા, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, વર્તમાન પ્રવાહો જાણકારી.
શિક્ષક અભિયોગ્યતા (૩૫ પ્રશ્નો) (૩૫ ગુણ)
શિક્ષણની ફિલસૂફી (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)
કેળવણીના હેતુઓ (સામાજિક, વ્યક્તિગત, વિશિષ્ટ), કેળવણીના સ્વરૂપો (ઔપચારીક, અનૌપચારીક, અધિક, નિરંતર, દૂરવર્તી), શિક્ષણની વિચારધારા (આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ)
શૈક્ષણિક મનોવિજ્ઞાન (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)
વૃદ્ધિ અને વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, વૈયક્તિક ભિન્નતાઓ, અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રયુકિતઓ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો, વ્યક્તિત્વ, રસ-મનોવલણ, અભિયોગ્યતા.
વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)
વર્ગવ્યવહાર, મૂલ્યાંકન (બ્લુમ સહિત) અને આંકડાશાસ્ત્ર, શિક્ષણ અને ટેકનોલોજી, ક્રિયાત્મક સંશોધન.
તાર્કીક અભિયોગ્યતા (૧૫ પ્રશ્નો) (૧૫ગુણ)
ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય (લેખન, વાંચન, કથન, શ્રવણ કૌશલ્ય) (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)
વ્યાકરણ (જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દસમૂહ માટે એક શબ્દ, વિરામચિન્હો, અનેકાર્થી, પર્યાયી શબ્દો વગેરે), સંક્ષેપ લેખન, સારગ્રહણ, ભૂલ શોધ અને સુધારણા, શીર્ષક, સારાંશ.
અંગ્રેજી ભાષાની જાણકારી (ધોરણ-૧૨ સુધી) (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)
સામાન્ય વ્યાકરણ, ભાષાંતર, સ્પેલીંગ સુધારણા કરવી, શબ્દ રચના, ચિત્ર આધારીત પ્રશ્નો વગેરે.
વિભાગ - ૨ ખાસ વિષયની કસોટી (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગુણ)
વિષયવસ્તુ (૮૦ પ્રશ્નો) (૮૦ ગુણ)
સંબંધિત વિષયનો અભ્યાસક્રમ ધોરણ ૯ થી ૧૦ નો રહેશે. (ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસક્રમ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવશે.)
પરીક્ષાના અભ્યાસક્રમની વિષયવસ્તુની કઠિનતા સ્નાતક કક્ષાની રહેશે.
વિષયવસ્તુ આધારીત પદ્ધતિના પ્રશ્નો (૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)
B. મુખ્ય કસોટી(Mains Exam) નું સ્વરૂપ:
પ્રાથમિક કસોટીમાં Cut Off કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો માટે મુખ્ય કસોટી યોજાશે. જે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની હશે. આ કસોટીમાં પ્રશ્નપત્રોનું માળખું નીચે મુજબ હશે.
આ મુખ્ય કસોટીના બે પ્રશ્નપત્રો રહેશે. પ્રશ્નપત્ર-૧ માં ગુજરાતી/અંગ્રેજી સજ્જતાના ૧૦૦ ગુણ રહેશે તથા પ્રશ્નપત્ર-ર માં વિષયવસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાના ૧૦૦ ગુણ રહેશે. આમ આ મુખ્ય પરીક્ષા ૨૦૦ ગુણની રહેશે.
આ પરીક્ષામાં વિષયવસ્તુનો અભ્યાસક્રમ ધોરણ - ૯ થી ૧૦ નો રહેશે તેમજ તેમનું કઠિનતા અને અનુબંધ સ્નાતક કક્ષાનું રહેશે. (ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસક્રમ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવશે.)
પ્રશ્નપત્ર - ૧ માં ૧૦૦ ગુણ માટેનો સમય ૧૫૦ મિનીટનો રહેશે.
પ્રશ્નપત્ર -૨ માં ૧૦૦ ગુણ માટેનો સમય ૧૮૦ મિનીટનો રહેશે.
અરજી કેવી રીતે કરવી
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
