Type Here to Get Search Results !

SEB TAT HS ઉચ્ચતર માધ્યમિક સૂચના 2026

 SEB TAT ઉચ્ચતર માધ્યમિક સૂચના 2026: શિક્ષક યોગ્યતા કસોટી માટે ઓનલાઈન અરજી કરો


 

TAT exam time table announced : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારાશિક્ષક અભિરુચિ કસોટી (Higher Secondary) – 2026” એટલે કે TAT-HS 2026 માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

TAT exam 2026 time table announced : ગુજરાતમાં શિક્ષણ બનવાનું સપનું જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાતના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી 2026 (Higher Secondary) એટસલે કે TAT-HS 2026 માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે

ગુજરાત રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે કારકિર્દી બનાવવાનું સપનું જોતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ જાહેરાત બહાર પડી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારાશિક્ષક અભિરુચિ કસોટી (Higher Secondary) – 2026” એટલે કે TAT-HS 2026 માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. હવે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની કારકિર્દી બનાવવા માટે ઉમેદવારો માટે ઉત્તમ તક આવી ગઈ છે.

ગુજરાત રાજ્યમાં નોંધાયેલી  સરકારી અને ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉદેવારો TAT-HS 2026 પરીક્ષામાં ભાગ લેવા માટે અરજી કરી શકે છે. લેખમાં પરીક્ષા સંબંધી તમામ માહિતી આપવામાં આવી છે.

TAT-HS 2026 પરીક્ષાની મહત્વની માહિતી

સંસ્થા

રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB)

પરીક્ષાનો પ્રકાર

TAT-HS 2026

વિષયો

જરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના વિવિધ વિષયો

એપ્લિકેશન મોડ

ઓનલાઈન

અરજી કરવાની શરુઆતની તારીખ

10-2-2026

અરજી કરવાની છેલ્લી તારીખ

19-2-2026

ફી ભરવાની છેલ્લી તારીખ

20-02-2026

પ્રાથમિક પરીક્ષા

29-03-2026

મુખ્ય પરીક્ષા

મે 2026(અંદાજિત)

STORIES YOU MAY LIKE

કયા ઉમેદવારો TAT-HS 2026 પરીક્ષામાં ભાગ લઈ શકશે

રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલી શૈક્ષણિક તથા તાલીમ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે. અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે, પરંતુ ભરતી પ્રક્રિયા સમયે લાયકાત પૂર્ણ કરેલી હોવી આવશ્યક છે.

TAT-HS 2026 Exam : કયા વિષયો માટે પરીક્ષા?

ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમ મુજબ વિવિધ વિષયો માટે પરીક્ષા યોજાશે જેમ કે: એકાઉન્ટ એન્ડ કોમર્સ, બાયોલોજી, કેમેસ્ટ્રી, કમ્પ્યુટર, અર્થશાસ્ત્ર, અંગ્રેજી, ગુજરાતી, હિંદી, ગણિત, ફિઝિક્સ, મનોવિજ્ઞાન, સોશિયોલોજી, સ્ટેટેસ્ટીક,શારીરિક શિક્ષણ સહિતના અનેક વિષયો માટે પરીક્ષા યોજાનાર છે.ઉમેદવાર માત્ર એક વિષય અને એક માધ્યમ પસંદ કરી શકે છે

TAT-HS 2026 Exam માટે પરીક્ષા ફી

કેટેગરી

ફી

સામાન્ય વર્ગના ઉમેદવારો માટે

₹500

SC/ST/SEBC/EWS/PH ઉમેદવારો માટે

₹400

TAT પરીક્ષા પેટર્ન 2026 -TAT-HS બે તબક્કાની સ્પર્ધાત્મક પરીક્ષા છે:

1.    પ્રાથમિક પરીક્ષા જે એમસીક્યુ આધારીત હશે

2.    મુખ્ય પરીક્ષા જે વર્ણનાત્મક લેખિત હશે
 

TAT HS Preliminary Exam: ટાટ પ્રાથમિક પરીક્ષા 2026ની માહિતી

  • કુલ ગુણ-200
  • પ્રશ્ન પ્રકાર-MCQ (બહુવિકલ્પ)
  • કુલ પ્રશ્નો-200
  • સમય-180 મિનિટ
  • નેગેટિવ માર્કિંગ-દરેક ખોટા જવાબે 0.25 ગુણ કપાશે
  • પ્રશ્નપત્ર-એક પેપર – 2 વિભાગમાં

વિભાગ – 1 (General Section)-100 ગુણ

  • સામાન્ય જ્ઞાન + શિક્ષણ પ્રવાહો-20 પ્રશ્નો
  • શિક્ષક અભિયોગ્યતા-35 પ્રશ્નો
  • તર્કશક્તિ-15 પ્રશ્નો
  • ગુજરાતી ભાષા કુશળતા-15 પ્રશ્નો
  • અંગ્રેજી ભાષા-15 પ્રશ્નો

વિભાગ – 2 (Subject Section) – 100 ગુણ

  • વિષય સામગ્રી (Std. 11–12 syllabus, Graduate difficulty)-80 પ્રશ્નો
  • વિષય પદ્ધતિ આધારિત પ્રશ્નો-20 પ્રશ્નો

Main Exam (મુખ્ પરીક્ષાવર્ણનાત્મક)

  • માત્ર Prelims Cut-off પાસ ઉમેદવાર આપી શકે
  • કુલ ગુણ-200
  • પેપર-2
  • સ્વરૂપ-વર્ણનાત્મક લેખિત

Paper-1: ભાષા ક્ષમતા-100 ગુણ

(ગુજરાતી / હિન્દી / અંગ્રેજીપસંદ કરેલ માધ્યમ મુજબ)

  • નિબંધ-250–300 શબ્દ
  • સારાંશ-આપેલા ગદ્ય પરથી
  • પત્ર લેખન-100 શબ્દ
  • અભિપ્રાય લેખન-200 શબ્દ
  • વ્યાકરણ-વિવિધ પ્રકાર
  • સમય-150 મિનિટ

Paper-2: વિષયજ્ઞાન + મેથડ – 100 ગુણ

  • લાંબા જવાબ (150–180 શબ્દ)-35 ગુણ
  • મધ્યમ જવાબ (100–150 શબ્દ)-28 ગુણ
  • ટૂંકા જવાબ    -22ગુણ
  • Objective/Fill/Match-15 ગુણ
  • સમય-180 મિનિટ

અરજી કેવી રીતે કરવી

TAT-HS 2026 પરીક્ષા આપવા ઈચ્છા ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ વેબ સાઈટ ઉપર અરજી કરી શકશે. અરજી પ્રક્રિયા આગામી તારીખ 10 ફેબ્રુઆરી 2026થી શરુ થઈને 19 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.