GPRB PSI શારીરિક કસોટી (PET/PST) પરિણામ 2026 જાહેર: મેરિટ યાદી અને લેખિત પરીક્ષાની તારીખ તપાસો
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે PSI અને લોકરક્ષક માટે GPRB/2025261 હેઠળ 1,10,665 ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ કર્યા છે, જેમાં 74,591 પુરુષ અને 36,074 મહિલાનો સમાવેશ થાય છે. લેખિત પરીક્ષા સંભવિત રીતે 19.04.2026ના રોજ યોજાશે.
ગાંધીનગર: હાલમાં ચાલી રહેલી ગુજરાત પોલીસની જાહેરાત ક્રમાંકઃ GPRB/2025261 અન્વયે ચાલી રહેલી PSI તથા લોકરક્ષક કેડરની ભરતી અંગે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે આ ભરતી અન્વયે તાજેતરમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી છે. સંભવિત રીતે આગામી તા.19.04.2026ના રોજ આ અંગેની લેખિત પરીક્ષા યોજાશે તેવું ગુજરાત પોલીસ ભરતી બોર્ડે એક પ્રેસ નોટ જાહેર કરી માહિતી આપી છે.
વિગતે વાત કરીએ તો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલ જાહેરાત ક્રમાંકઃ GPRB/2025261 અન્વયે પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની ભરતી ચાલી રહી છે. આ ભરતીમાં અરજી કરનાર કન્ફર્મ થયેલ 10 લાખથી વધુ ઉમેદવારોની શારીરિક કસોટી હાલ બે દિવસ અગાઉથી એટલે કે તા. 21.02.2026થી રાજ્યના જુદા જુદા 15 ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી રહી છે.
આ કન્ફર્મ થયેલ ઉમેદવારો પૈકી, ફક્ત પો.સ.ઇ. અથવા પો.સ.ઇ. અને લોકરક્ષક બંન્ને માટે ઉમેદવારી નોંધાવેલ હોય તેવા 3,93,558 ઉમેદવારોની શારીરિક કસોટી શરૂઆતના દિવસોમાં યોજવામાં આવી હતી. ત્યારે આ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ 1,10,665 ઉમેદવારોનું પરિણામ આજ રોજ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પ્રેસ નોટમાં આપેલી સત્તાવાર માહિતી મુજબ, ભરતી બોર્ડની વેબસાઇટ પર આજે જાહેર થયેલ જાહેરાત ક્રમાંકઃ GPRB/2025261ની શારીરિક કસોટીમાં પાસ થયેલા કુલ 1,10,665 ઉમેદવારોમાં 74,591 પુરુષ ઉમેદવારો તથા 36,074 મહિલા ઉમેદવારોનો સમાવેશ થયેલ છે, સાથે જ પાસ થયેલા આ ઉમેદવારોમાં 709 એક્સ સર્વિસમેનનો પણ સમાવેશ થાય છે. હવે આ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ આ તમામ ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.19.04.2026ના રોજ યોજાવાની સંભાવના છે.
Link Description | Download Link |
Download Official Notification | |
PSI PET/PST Result – Male Candidates | |
PSI PET/PST Result – Female Candidates | |
PSI PET/PST Result – Ex-serviceman Candidates | |
GPRB Official Website |
%20%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A3%E0%AA%BE%E0%AA%AE%202026%20%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%20%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9F%20%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80%20%E0%AA%85%E0%AA%A8%E0%AB%87%20%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%BF%E0%AA%A4%20%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80%20%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%96%20%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8B.png)