Type Here to Get Search Results !

GSSSB Revenue Talati Admit Card (Call Letter) Main Examination and Instructions for Candidates

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB મહેસૂલ તલાટી મુખ્ય પરીક્ષા માટેના પ્રવેશપત્ર (કોલ લેટર) તેમજ ઉમેદવાર માટેની સૂચનાઓ 


 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક : ૩૦૧/૨૦૨૫૨૬ મહેસૂલ વિભાગ હસ્તકની "મહેસૂલ તલાટી, વર્ગ-"ની તા. ૧૪/૧૦/૨૦૨૫ થી તા. ૧૬/૧૦/૨૦૨૫ દરમ્યાન યોજાનાર મુખ્ય પરીક્ષા માટેના પ્રવેશપત્ર (કોલ લેટર) તેમજ ઉમેદવાર માટેની સૂચનાઓ તા. ૦૬/૧૦/૨૦૨૫ના રોજ ૧૪:૦૦ કલાક થી તા. ૧૪/૧૦/૨૦૨૫ ના ૧૪:૪૫ કલાક સુધી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકાશે.

ઉક્ત પરીક્ષા માટેના પ્રવેશપત્ર (કોલ લેટર) પરીક્ષા શરૂ થવાની તારીખ એટલે કે તા. ૧૪/૧૦/૨૦૨૫ના ૧૪:૪૫ કલાક સુધીમાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે. પ્રવેશપત્ર (કોલલેટર) વિના ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે પ્રવેશપત્ર (કોલલેટર) અને ઉમેદવારનું અસલ ઓળખપત્ર (આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાસપોર્ટ, ચૂંટણી ઓળખકાર્ડ પૈકી એક) સાથે રાખવું ફરજીયાત છે.

પ્રવેશપત્ર (કોલલેટર) Online ડાઉનલોડ કરવા માટેની સૂચના:-

પ્રથમ કોમ્પ્યુટરમાં https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવુ.

Call letter/Preference ટેબ માં Secondary/Mains Exam Call letter/ Preference પર ક્લિક કરવું. ત્યાર બાદ Select Job ના ડ્રોપ ડાઉન મેનુમાં ક્લિક કરીને GSSSB/202526/301-Revenue Talati, Class-III, Mains Exam પર ક્લિક કરવું.

ત્યારબાદ નિયત ના બોક્સ માં "Confirmation Number" તથા "Birth Date" (dd/mm/yyyy પ્રમાણે) ટાઇપ કરીને આપેલ Captcha ટાઈપ કરી Ok પર ક્લિક કરવું.

Print Call Letter પર "Click" કરવાથી અલગ Window માં આપનો Call Letter (પ્રવેશપત્ર) સ્કીન પર દેખાશે. જે Call Letter તથા તે સાથેની સૂચનાઓની પ્રીન્ટ મેળવી લેવાની રહેશે. (કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી છે).

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.