Type Here to Get Search Results !

આંગણવાડી ભરતી વલસાડ Anganwadi bharti valsad 2025

 આંગણવાડી ભરતી વલસાડ 2025 

 


વલસાડ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર ભરતી 2025:-

વલસાડ દ્વારા તાજેતરમાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર ની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો વલસાડ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર ની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે. પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે, પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વલસાડ માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે એક સારી તક છે. ત્યાં આંગણવાડી જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 30-08-2025 ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 30-08-2025 છે.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ભારત સરકારશ્રીની કેન્દ્ર પુરસ્કૃત સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત આઈ.સી.ડી.એસ શાખા, વલસાડ દ્વારા કાર્યરત આંગણવાડી કેન્દ્રો માટે આંગણવાડી કાર્યકર/તેડાગર અને મીની આંગણવાડી કાર્યકર તરીકે માનદસેવાઓ લેવા માટેના માનવબળની જાહેરાત સને.૨૦૨૫-૨૬

આઈ.સી.ડી.એસ શાખા, વલસાડ હસ્તકના ઘટકોના આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર/તેડાગર અને મીની આંગણવાડી કાર્યકર તરીકે લેવાના થતા માનવબળની વિગત.

 

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: ભારત સરકારશ્રીની કેન્દ્ર પુરસ્કૃત સંકલિત બાળ વિકાસ યોજના (ICDS)

વલસાડ

કુલ ખાલી જગ્યા: પોસ્ટ્સ

પોસ્ટ:  આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર પોસ્ટ્સ



કોણ અરજી કરી શકે

લાયકાત:

આંગણવાડી વર્કરધોરણ 12 પાસ

આંગણવાડી તેડાગરધોરણ 10 પાસ

 

માનદસેવાઓ આપવા ઈચ્છુક મહિલા જે તે આંગણવાડી કેન્દ્રના વોર્ડના વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગેનું મામલતદારશ્રી દ્વારા ઈશ્યુ કરેલ જન સેવા કેન્દ્રનું નિયત નમુનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે.*

સદર માનદસેવા બાબતે અરજી કરવાની છેલ્લી તારીખને કટ-ઓફ ડેટ ગણવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખે માનદસેવાઓ આપવા ઈચ્છુક મહિલાની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલા હોવા જોઈએ.

આંગણવાડી કાર્યકર/તેડાગર અને મીની આંગણવાડી કાર્યકરની માનવબળની સેવા માટે અરજી કરનાર ઈચ્છુક મહિલાની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનવબળની સેવા માટે અરજી કરનાર તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે ૪૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

અરજી માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન ૨૩ માં તા:૦૮/૦૮/૨૦૨૫ થી તા.૩૦/૦૮/૨૦૨૫ (રાત્રે ૧૨:૦૦ કલાક) સુધીમાં કરવાની રહેશે.

ઓનલાઈન અરજી. https://e-hrms.gujarat.gov.in વેબસાઈટમાં આપેલ વિગતો પ્રમાણે કરી શકાશે. આંગણવાડીની માનવબળની માનદસેવા માટે અરજી કરવા જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર/તેડાગર અને મીની આંગણવાડી કાર્યકર માટે અરજી કરવાની રહેશે.

આંગણવાડી કાર્યકર-૧૦૦૦૦/-, આંગણવાડી તેડાગર-૫૫૦૦/- અને મીની આંગણવાડી કાર્યકર-૧૦૦૦૦/-ને મળતા માનદવેતન પ્રમાણે માનવબળની માનદસેવા માટે સામાન્ય શરતો મુજબની લાયકાત, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા માનદસેવા આપવા ઈચ્છુક મહિલાની ઓનલાઈન મેરીટ યાદી બનાવવામાં આવશે. આંગણવાડી કાર્યકર/મીની આંગણવાડી કાર્યકરની શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૨ પાસ અને આંગણવાડી તેડાગર ની શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ છે. જો કે વધુ લાયકાત ધરાવતાં ઈચ્છક મહિલા અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણનાં ભારાંક અન્વયે મેરીટ યાદી તૈયાર થશે. લેવાના થતા માનવબળની સેવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરીટ યાદી નિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે.

ઉપરોક્ત આં.વાડી કેન્દ્રોમાં લેવાના થતા માનવબળની સેવા પૈકી જે આ. કેન્દ્રોમાં આ.વા. કાર્યકર, મીની આ. વા. કાર્યકર અને આ.વા. તેડાગર માટે માનવબળની સેવા લેવાનો ચોથો પ્રયન્ત છે તે કેન્દ્રોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

આ માટેની અરજી કરવાની પધ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જે ધ્યાનપૂર્વક વાંચી તથા સમજીને ઓનલાઈન આવેદન કરવાનું રહેશે. ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ વિગતો નિયમોનુસાર સાચી અપલોડ કરવામાં આવતા ડોકયુમેન્ટ સુવાચ્ય અને નિયત નમૂના અનુસારના હોવા જોઈશે. જો કોઈ પણ સ્તરે માનદસેવા આપવા ઈચ્છુક મહિલા દ્વારા આપવામાં આવેલ વિગતો ખોટી અથવા અસ્પષ્ટ હશે. તો તેઓની અરજી રદ્દ કરવાને પાત્ર થશે અને આ અંગે કોઈ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી.

 

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

ઉંમર મર્યાદા:

અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 33 વર્ષની વય મર્યાદા હોવી જોઈએ.

  • લઘુત્તમ વય મર્યાદા – 18 વર્ષ
  • મહતમ વય મર્યાદા – 33 વર્ષ

 (કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

સ્થળ:- વલસાડ

 

 

પગાર ધોરણ

આંગણવાડી વર્કરરૂપિયા 10,000/-

આંગણવાડી તેડાગરરૂપિયા 5500/-

પગાર ધોરણ અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા:

લેવાના થતા માનવબળની સેવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરીટ યાદી નિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

  • સૌપ્રથમ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો.
  • જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
  • નીચે આપેલ લિંક ની મદદથી ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • ફોર્મ ચેક કરો કોઈ ભૂલ હોય.
  • હવે ફોર્મને સબમિટ કરો.

 

મહત્વપૂર્ણ તારીખ

પ્રારંભ તારીખ: 08-08-2025

છેલ્લી તારીખ: 30-08-2025

 

મહત્વપૂર્ણ Links

વલસાડ જિલ્લા પંચાયત જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો


 
નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.