UCO Bank LBO bharti 2025
UCO Bank Recruitment 2025: જો તમે બેન્કમાં અધિકારી બનવા માંગતા હોય તો તમારા માટે સારા સમાચાર છે. યૂકો બેન્કમાં લોકલ બેન્ક અધિકારીની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જે પણ ઉમેદવાર આ જગ્યાઓ પર અરજી કરવાનું વિચારી રહ્યા છે, તે યૂકો બેન્કની સત્તાવાર વેબસાઈટ ucobank.com પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. બેન્કની આ જગ્યાઓ પર અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
યૂકો બેન્કની આ ભરતી અભિયાન દ્વારા કુલ 250 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરશે. જો તમે પણ બેન્કમાં કામ કરવાની ઇચ્છા ધરાવો છો તો, 5 ફેબ્રુઆરી કે તે પહેલા અરજી કરી શકો છો. આ માટે અરજી કરતા પહેલા નીચે આપેલી માહિતી ધ્યાનથી વાંચો.
જગ્યાની વિગતો
ગુજરાત: 57 જગ્યાઓ
મહારાષ્ટ્ર: 70 જગ્યાઓ
આસામ: 30 જગ્યાઓ
કર્ણાટક: 35 જગ્યાઓ
ત્રિપુરા: 13 જગ્યાઓ
સિક્કિમ: 6 જગ્યાઓ
નાગાલેન્ડ: 5 જગ્યાઓ
મેઘાલય: 4 જગ્યાઓ
કેરળ: 15 જગ્યાઓ
તેલંગાણા અને આંધ્રપ્રદેશ: 10 જગ્યાઓ
જમ્મુ અને કાશ્મીર: 5 જગ્યાઓ
શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર પાસે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. માન્ય માર્કશીટ/ડિગ્રી પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે.
વય મર્યાદા
યુકો બેન્ક ભરતી 2025 માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 20 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
અરજી ફી
SC/ST/PWD ઉમેદવારો માટે અરજી ફી: રૂ. 175
અન્ય તમામ કેટેગરીઝ માટે અરજી ફી: રૂ 850
ફી ઓનલાઈન મોડ દ્વારા ચૂકવવાની રહેશે અને એકવાર ચૂકવેલ ફી પરત કરવામાં આવશે નહીં.
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયામાં નીચેના વિષયોનો સમાવેશ કરતી લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
રિઝનિંગ અને કમ્પ્યુટર એપ્ટિટ્યૂડ
સામાન્ય/અર્થતંત્ર/બેંકિંગ અવેરનેસ
અંગ્રેજી ભાષા
ડેટા એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન
Important Links
Job Advertisement: Click Here
Official website: Click Here
Apply Online: Click Here
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.