Type Here to Get Search Results !

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ભરતી bharti 2024 502 Various Posts

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ભરતી 2024

 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) 502 વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા તાજેતરમાં 502 ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) 502 જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 502 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 20-07-2024 ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 20-07-2024 છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

ખાલી પડેલા પદો વિશે વિગતો

 

જાહેરાત નંબર

233/202425

234/202425

235/202425

 

સંસ્થાનું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)

 

કુલ ખાલી જગ્યા: 502 પોસ્ટ્સ

 

પોસ્ટ: 

ખેતી મદદનીશ     436

બાગાયત મદદનીશ 52

મેનેજર (અતિથિગૃહ)      14

કુલ   502

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

ખેતી મદદનીશ    

(ક) તા.૨૦/૦૭/૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇશે; અને

(ખ) (૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત કૃષિ યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ ની કલમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી કૃષિમાં ડિપ્લોમા અથવા બાગાયતમાં ડિપ્લોમા અથવા કૃષિ એન્જીનિયરીંગમાં ડિપ્લોમા અથવા એગ્રો પ્રોસેસિંગમાં ડિપ્લોમા અથવા એગ્રીકલ્ચર કો-ઓપરેશન બેન્કીંગ એન્ડ માર્કેટીંગમાં ડિપ્લોમા ધરાવતો હોવો જોઈશે;

અથવા

(૨) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ ની કલમ ૩ હેઠળ જાહેર થયેલ યુનિવર્સિટી અથવા તે તરીકે માન્ય થયેલી ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી ગ્રામીણ અભ્યાસમાં સ્નાતકની પદવી (ગૃહ વિજ્ઞાનમાં ગ્રામીણ અભ્યાસની સ્નાતકની પદવી સિવાય) અથવા કૃષિમાં બી.એસસી.

અથવા કૃષિ એન્જીનિયરીંગમાં બી.ટેક. અથવા કૃષિમાં બી.ઈ. અથવા બાગાયતમાં બી.એસસી. ની સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈશે. અને

(ગ) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.

(ઘ) ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે.

 

બાગાયત મદદનીશ      

(ક) તા.૨૦/૦૭/૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઇશે;

ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ ની

જોગવાઈઓ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે;

(ખ) ઉમેદવાર ભારતમાં કેન્દ્રિય કૃષિ/બાગાયત યુનિવર્સિટી અધિનિયમ અથવા રાજ્ય કૃષિ/બાગાયત યુનિવર્સિટી અધિનિયમથી અથવા તે હેઠળ સંસ્થાપિત અથવા સ્થપાયેલી કૃષિ/બાગાયત યુનિવર્સિટીઓ પૈકીની કોઇપણ પોલિટેકનિકમાંથી બાગાયતમાં ડિપ્લોમા ધરાવતો હોવો જોઇશે.

(ગ) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈશે.

(ઘ) ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા તે બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે.

 

મેનેજર (અતિથિગૃહ)     

(ક) તા.૨૦/૦૭/૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૭ વર્ષથી વધુ ન હોવી જોઇશે; અને

વખતોવખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭ ની જોગવાઈ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે.

(ખ) ઉમેદવાર ભારતમાં કેન્દ્રિય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન અધિનિયમ ૧૯૫૬ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ હોટલ મેનેજમેન્ટનો ડિપ્લોમા અથવા હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરીંગ ટેકનોલોજીનો ડિપ્લોમા અથવા હોટલ મેનેજમેન્ટની સ્નાતકની પદવી અથવા હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરીંગ ટેકનોલોજીની સ્નાકની પદવી અથવા હોસ્પીટાલીટી એન્ડ હોટેલ એડમિનિસ્ટ્રેશન ની સ્નાતકની પદવી અથવા બિઝનેશ એડમિનિસ્ટ્રેશન (હોટેલ મેનેજમેન્ટ એન્ડ ટુરીઝમ) ની સ્નાતકની પદવી અથવા બેચલર ઓફ આર્ટસ (ઇન્ટરનેશનલ હોસ્પીટાલીટી એડમિનિસ્ટ્રેશન) ની સ્નાતકની પદવી અથવા બેચલર ઓફ સાયન્સ (કેટરીંગ સાયન્સ એન્ડ હોટલ મેનેજમેન્ટ) ની સ્નાતકની પદવી અથવા

માસ્ટર ઓફ બિઝનેશ એડમિનિસ્ટ્રેશન (ટુરીઝમ એન્ડ હોટેલ મેનેજમેન્ટ) ની અનુસ્નાતકની પદવી અથવા ટુરીઝમ એન્ડ હોટેલ મેનેજમેન્ટનો પોસ્ટ ગ્રેજ્યુએટનો ડીપ્લોમા ધરાવતો હોવો જોઇશે.

(ગ) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.

(ઘ) ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

 

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

કોમ્પ્યુટરની જાણકારી

ઉમેદવાર રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૩/૦૮/૨૦૦૮ તેમજ તા.૧૮/૦૩/૨૦૧૬ ના સરકારી ઠરાવ ક્રમાંક: સીઆરઆર/૧૦૨૦૦૭/૧૨૦૩૨૦/ગ.૫ થી નિયત કરેલ અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર/માર્કશીટ ધરાવતા હોવા જોઈશે. અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા/ડીગ્રી કે સર્ટીફિકેટ કોર્ષ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડીગ્રી કે ડીપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ- ૧૦ અથવા ધોરણ-૧૨ ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પસાર કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈશે. તેમજ આ તબકકે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. પરંતુ આવા ઉમેદવારોએ નિમણૂંક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝીક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂંક મેળવતાં પહેલા અચુક રજુ કરવાનું રહેશે. અન્યથા નિમણૂંક મેળવવાને પાત્ર થશે નહીં. તેમજ નિમણૂંક સત્તાધિકારી આવા કિસ્સામાં ઉમેદવારોની પસંદગી "રદ" કરશે.

 

ઉંમર મર્યાદા:


   

 (કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

 

સ્થળ:- ગુજરાત

૫ગાર ધોરણ:-

 

 

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

 

 




 



કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખ

પ્રારંભ તારીખ:  01-07-2024(14:00 hours)

છેલ્લી તારીખ: 20-07-2024

 The last date for payment of examination fee through online mode will be till 23/07/2024 (23:59 hrs).

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો



ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

પ્રારંભ તારીખ:  01-07-2024(14:00 hours)

Official websiteઅહી ક્લિક કરો

 


Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 SBIભરતી202427j

 બાલ્મેર લોરી ભરતી20245ju

કલેક્ટર કચેરી, ખેડા નડિયાદ ભરતી202429j

 વિસનગર નગરપાલિકા ભરતી22j

જિલ્લા પંચાયત, ગાંધીનગર ભરતી202425j

 જૂનાગઢ લો ઓફિસર પોસ્ટ ભરતી11ju

 ગાંધીનગર સિનિયર કાઉન્સિલર પોસ્ટ ભરતી28j

PGCIL Recruitment 20244JU=

 IBPS RRB XIII bharti 2024 9995 Vacancies27j

 બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)Water Wingભરતી20241ju 

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.