Type Here to Get Search Results !

ગુજરાત પોલીસ ભરતી Gujarat Police Bharti 2024 12472 PSI Constable Jail Sepoy Recruitment

 ગુજરાત પોલીસ ભરતી 2024

 

ગુજરાત પોલીસ 12472 PSI કોન્સ્ટેબલ જેલ સિપાહી ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024

ગુજરાત પોલીસ વિભાગ દ્વારા તાજેતરમાં 12472 PSI કોન્સ્ટેબલ જેલ સિપાહી ની ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત પોલીસ વિભાગ 12472 PSI કોન્સ્ટેબલ જેલ સિપાહી ની જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ગુજરાત પોલીસ વિભાગ માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 12472 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 30-04-2024 ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 30-04-2024 છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

ખાલી પડેલા પદો વિશે વિગતો

 

જાહેરાત નંબરGPRB/202324/1

 

સંસ્થાનું નામ: ગુજરાત પોલીસ વિભાગ

 

કુલ ખાલી જગ્યા: 12472 પોસ્ટ્સ

 

પોસ્ટ: 

1 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) 316

2 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) 156

3 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) 4422

4 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) 2178

5 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) 2212

6 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) 1090

7 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ) 1000

8 જેલ સિપોઇ (પુરૂષ) 1013

9 જેલ સિપોઇ (મહિલા) 85

Total   12472

 

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર:

(PSI) ઉમેદવાર ભારતમાં અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ-૧૯૫૬ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઇશે અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇશે.

 

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપોઇ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.): 

(Lokrakshak) ધોરણ ૧૨ પાસ-હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૫/૦૫/૨૦૧૨ ના ઠરાવ નં.રવભ-૧૦૨૦૧૧- યુ.ઓ.૧૯૦.ક માં જણાવ્યા મુજબ ધોરણ-૧૨ સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઇએ.

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

 

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

 

ઉંમર મર્યાદા:

·         બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર માટે લધુતમ-૨૧ વર્ષ મહત્તમ-૩૫ વર્ષ

·         લોકરક્ષક કેટર માટે લધુતમ -૧૮ વર્ષ મહત્તમ-૩૩વર્ષ

પો... કેડર અને લોકરક્ષક કેડરમાં ઉપલી વય મર્યાદામાં છુટ બાબતે સુચનાઓઃ

·         SC, ST, SEBC, EWS ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં પાચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે.

·         તમામ મહિલા ઉમેદવારો ઉપલી વય મર્યાદામાં પાચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે.

·         અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં ૧૦ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે.

·         રાજય પોલીસ દળમાં કોન્સ્ટેબલ / હેડ કોન્સ્ટેબલ / .એસ.આઇ. તરીકે હાલ સેવા બજાવી રહેલા ઉમેદવારોને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં ઉપલી વયમાં નિયમ મુજબ ત્રણ વર્ષની છુટછાટ મળવાપાત્ર રહેશે.

·         માજી સૈનિકના વખતો વખતના નિયમોનુસાર મળવાપાત્ર છુટ.

·         ઉપરોકત તમામ છુટાછાટ બાદ ઉમેદવાર ( માજી સૈનિક સિવાય) ની ઉંમર ૪૫ (પિસ્તાલીસ) વર્ષથી વધુ હોવી જોઇએ.

 

 (કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

 

શારીરિક ધોરણો

પુરુષ ઉમેદવાર માટે

વર્ગ

ઉંચાઈ (સે.મી.)

છાતી (સે.મી) ફુલાવ્યા વગરની

છાતી (સે.મી) ફુલાવેલી

મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે

162

79

84

અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે

165

79

84

મહિલા ઉમેદવાર માટે

વર્ગ

ઉંચાઈ (સે.મી.)

મૂળ ગુજરાતના અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે

150

અનુસુચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે

155

 

શારીરિક કસોટી (Physical Test (Qualifying Nature))

દોડ

પુરૂષ

5000 મીટર દોડ

વધુમાં વધુ 25 મિનિટમાં દોડ પૂરી કરવાની રહેશે.

મહિલા

1600 મીટર દોડ

વધુમાં વધુ 9 મિનિટ 30 સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે.

એક્સ સર્વિસમેન

2400 મીટર દોડ

વધુમાં વધુ 12 મિનિટ 30 સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે.

 Application Fees: 

ફકત જનરલ ઉમેદવારો (પુરૂષ/મહિલા) એ

·         પો.સ.ઇ. કેડર માટે રૂ. ૧૦૦ તથા બેંકના સર્વિસ ચાર્જીસ

·         લોકરક્ષક કેડર માટે રૂ. ૧૦૦ તથા બેંકના સર્વિસ ચાર્જીસ

·         બંન્ને (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર) રૂ. ૨૦૦ તથા બેંકના સર્વિસ ચાર્જીસ

 

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

·         મહિલાઓ કઇ કઇ જગ્યાઓ માટે અરજી કરી શકશે?
જવાબઃ મહિલાઓ એસ.આર.પી.એફ કોન્સ્ટેબલ (SRPF) સિવાય તમામ જગ્યાઓ માટે અરજી કરી શકશે.

·         માજી સૈનિક તરીકે અરજી કોણ કરી શકે?
જવાબઃ આર્મી/નેવી/ એર ફોર્સમાંથી નિયમોનુસાર નિવૃત્ત થયેલ હોય અથવા અરજી કરવાની છેલ્લી તારીખ થી એક વર્ષની અંદર નિવૃત થનાર હોય તે માજી સૈનિક તરીકે અરજી કરી શકે. BSF/ RPF /પેરામીલેટ્રી ફોર્સના નિવૃત્ત કર્મચારી અરજી કરી શકે નહીં.)

·         શારીરીક અપંગતા (ખોડખાપણ) માટે કેટલી જગ્યા અનામત છે?
જવાબઃ પોલીસ વિભાગની ભરતી હોવાથી કોઇ જગ્યા અનામત નથી.

·         CCC કોમ્પ્યુટરનું સર્ટીફિકેટ હોય તો અરજી કરી શકાય?
જવાબઃ હા. પરંતુ કોમ્પ્યુટરનું પૂર્વજ્ઞાન હોવુ જરૂરી છે. જે અંગે રાજય સરકારશ્રીએ વખતો-વખત નકકી કર્યા મુજબ કોમ્પ્યુટરની બેઝીક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણુંક મેળવતા પહેલા અચુક રજુ કરવાનું રહેશે

·         SEBC માટે નોન-ક્રિમીલેયર સર્ટીફિકેટ રજુ કરવાનું છે?
જવાબઃહા, અરજીમાં નોન-ક્રિમિલેયર સર્ટીફિકેટ નંબર / તારીખ લખવી ફરજીયાત છે. અને વેબ સાઇટ પર મૂકેલ સુચનાઓમાં જણાવ્યા મુજબ SEBC ઉમેદવારો માટે તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા.૩૦/૦૪/૨૦૨૪ સુધીનાં સમય ગાળામાં નોન-ક્રિમિલેયર સર્ટીફિકેટ મેળવેલ હોવુ જોઇએ. અન્યથા અનામતના લાભ મળશે નહીં.

·         EWS માટે કયુ સર્ટીફિકેટ રજુ કરવાનું છે?
જવાબ: અરજીમાં EWS માટે પાત્રતા પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે અને અરજીમાં સર્ટીફિકેટ નંબર / તારીખ લખવી ફરજીયાત છે. અને વેબ સાઇટ પર મૂકેલ સુચનાઓમાં જણાવ્યા મુજબ EWS ઉમેદવારો માટે તા.૦૧/૦૫/૨૦૨૧ થી તા.૩૦/૦૪/૨૦૨૪ ની સુધીનાં સમય ગાળાનું પાત્રતા પ્રમાણપત્ર મેળવેલ હોવુ જોઇએ. અન્યથા અનામતના લાભ મળશે નહીં.

·         SC/ST/SEBC/EWSના ઉમેદવારોને વધારાના શું લાભ મળી શકે?
જવાબઃ નિયમ મુજબ STના ઉમેદવારોને ઉંચાઇમાં લાભ મળશે ( મૂળ ગુજરાતના હોય તેઓને ) જયારે SC/ST/SEBC/EWS કેટેગીરીનાં ઉમેદવારોને ઉંમરનો લાભ મળવાપાત્ર થશે.

·         શારીરીક ક્ષમતા કસોટી (દોડ)માં ગુણનું પ્રમાણ કેવી રીતે નકકી કરેલ છે?
જવાબઃ દોડના ગુણ ગણવામાં આવશે નહી ફકત ઉત્તીર્ણ થવાનું રહેશે.

·         શારીરીક ક્ષમતા કસોટી દરમ્યાન ઉંચાઇ, છાતીની માપણી કરવામાં આવશે?
જવાબઃ હા નિયમ મુજબ જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે માપણી કરવામાં આવશે.

·         ભરતી માટે સૌ પ્રથમ કઇ કસોટી લેવામાં આવશે?
જવાબઃ ભરતી માટે સૌ પ્રથમ શારીરીક કસોટી જેમા શારીરીક દોડ કસોટી અને શારીરીક માપ કસોટીનો સમાવેશ થાય છે.

·         શારીરીક કસોટી બાદ કઇ પરિક્ષા લેવામાં આવશે?
જવાબઃ શારીરીક દોડ કસોટી અને શારીરીક માપ કસોટીમાં ઉતીર્ણ થનાર ઉમેદવારોને લેખિત પરિક્ષા/મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં આવશે.

·         પરીક્ષામાં માઇનસ પધ્ધતિ અમલમાં છે?
જવાબઃ હા ( વધારે માહિતી માટે વેબ સાઇટ ઉપર આપેલ સુચનાઓ જોવી)

·         પરીક્ષાનું માધ્યમ કયુ રાખવામાં આવશે?
જવાબઃ () પો... કેડરમાં પેપર-૧ના પાર્ટ- અને પાર્ટ-બી તથા પેપર-૨ના પાર્ટ- માં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે જયારે પેપર-૨ના પાર્ટ-બી માં પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી રહેશે.
(
) લોકરક્ષક કેડરમાં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે

·         અરજદારે કરેલ અરજીમાં ભુલો સુધારવામાં આવશે કે કેમ?
જવાબઃઅરજદારે અરજીપત્રકમાં દર્શાવેલ કેટેગરી (જાતિ), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઇ વિગતો પાછળથી બદલવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. ઓનલાઇન અરજીમાં દર્શાવેલ કેટેગરી (જાતિ), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઇ વિગતો અને ઉમેદવારની ખરેખર કેટેગરી (જાતિ), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઇ વિગતોમાં તફાવત પડશે તો તે અંગે બોર્ડનો નિર્ણય આખરી રહેશે.

·         તમામ સંવર્ગમાં મૌખિક ઇન્ટરવ્યુ રાખેલ છે?
જવાબ: ના

·         ઓનલાઇન ફી ભરી છે પરંતુ મોબાઇલ ઉપર ફી ભર્યા અંગેનો કોઇ મેસેજ નથી આવ્યો તો શું કરવુ?
જવાબઃ ઓનલાઇન પરીક્ષા ફી ભર્યા બાદ જો આપના મોબાઇલ ઉપર ફી ભર્યા અંગેનો કોઇ મેસેજ આવે તો ઉમેદવારે જે માધ્યમથી ઓનલાઇન ફી ભરેલ હોય તે બેંક/બ્રાન્ચનો સંપર્ક કરી, જે બેન્ક ખાતામાંથી ફી ભરેલ હોય તે ખાતાના એકાઉન્ટ સ્ટેટમેન્ટની ચકાસણી કરી, ફી ભર્યાની ખાતરી કરી લેવાની રહેશે.

·         એક કરતા વધારે અરજી થઇ ગઇ હોય તો શું કરવુ?
જવાબઃ એક ઉમેદવાર એક અરજી કરી શકશે. તેમ છતાં એકથી વધુ અરજી (Multiple Application) ના કિસ્સામાં સૌથી છેલ્લી કન્ફર્મ થયેલી એક અરજી માન્ય ગણાશે. તે સિવાયની બધી અરજીઓ રદ્દ થશે અને ભરેલ ફી ના નાણાં પરત મળશે નહીં.

·         ગ્રાઉન્ડ અને પરીક્ષા કયાં મહીનામાં યોજાશે તારીખ જાહેર કરવી ?
જવાબ: ચોમાસા પછી યોજાવાની સંભાવના છે.

·         PSI ની ભરતીમાં ગ્રેજ્યુએશન ના લાસ્ટ સેમમાં હોય તેવા વિધાર્થીઓ અરજી કરી શકશે.
જવાબ: ના.

·         પરીક્ષા ઓનલાઇન લેવાની છે કે ઓફલાઇન ?
જવાબ: ઓફલાઇન

·         માર્કશીટ સુધારા માટે આપી હોય અને હજુ સુધી આવી હોય તો ફોર્મ ભરી શકાય ?
જવાબઃ હા

·         ૧૨ ની માર્કશીટ મુજબ નામ આપલોડ કરીયે ત્યારે આઈડી કાર્ડ માં નામ અલગ પડી જાય ત્યારે શું કરવું કારણકે માર્કશીટ જુની હોય અને ગેજેટ માં નામ સુધારેલ હોય તો અરજી કયાં નામથી કરવી..
જવાબઃ ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષા પાસની માર્કસીટ મુજબ નામ લખવાનું રહેશે.બાકીની વિગત પરીક્ષાના કોલલેટર સમયે જણાવવામાં આવશે.

·         વેઈટીંગ લીસ્ટ ની જોગવાઈ કરવામાં આવે.
જવાબ: PSI ની જગ્યા માટે જોગવાઇ છે. લોકરક્ષક કેડરમાં નથી

·         ITI ઉપર ૧૨ પાસ કર્યું હોય તો ફોર્મ ભરી શકે. ?
જવાબઃ હા, ધોરણ-૧૨ સમકક્ષ ગણાય

·         ૧૨ સમકક્ષનું ગ્રેડ સર્ટી અપલોડ કરવું કે ઇકવિલેન્ટ સર્ટી ?
જવાબઃ ઇકવિલેન્ટ સર્ટી

·         ગ્રેજયુએશન પુર્ણ થયેલ છે. પરંતુ ૨૧ વર્ષ પુરા થયા હોય તો ફોર્મ ભરી શકાય ?
જવાબઃ PSI માટે નહી ભરી શકાય પણ લોકરક્ષક માટે ભરી શકાય

·         ટેટું/ છુંદણા હોય તો ફોર્મ ભરી શકાય ?
જવાબઃ ફોર્મ ભરી શકાય પરંતુ નિમણુક પુર્વે મેડીકલ પરિક્ષણમાં પાસ થવાનું રહેશે.

·         આંખના નંબર હોય તો ફોર્મ ભરી શકાય?
જવાબઃ ફોર્મ ભરી શકાય પરંતુ નિમણુક પુર્વે મેડીકલ પરિક્ષણમાં પાસ થવાનું રહેશે.

·         તુટેલા દાંત હોય તો ફોર્મ ભરી શકાય ?
જવાબઃ ફોર્મ ભરી શકાય પરંતુ નિમણુક પુર્વે મેડીકલ પરિક્ષણમાં પાસ થવાનું રહેશે.

·         અન્ય રાજયોના ઉમેદવારો અનામતનો લાભ મેળવી શકે કે કેમ ?
જવાબઃ ના, અન્ય રાજયોના ઉમેદવારો જનરલ તરીકે ફોર્મ ભરી શકે.

નોંધઃ જો કોઇ ઉમદવારને ખાસ કિસ્સામાં જરૂરીયાત જણાય તો રૂબરૂ મુલાકાત માટે નીચેના સરનામે સંપર્ક કરવા જણાવવુ.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી,
બંગલા નંબરઃ -૧૨, સરિત ઉધાનની નજીક
સેકટર-, ગાંધીનગર પીનઃ ૩૮૨૦૦૭

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખ

પ્રારંભ તારીખ: 04-04-2024

છેલ્લી તારીખ: 30-04-2024

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ધોલેરા ભરતી20246a

India Post Payments Bank IPPB Recruitment 20245a

GPHC (ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિ.) ભરતી20246a 

મઢી સુગર વિવિધ જગ્યાઓ માટે ભરતી 20247a

સોમનાથ યુનિ વિવિધ જગ્યાઓ માટે ભરતી 20248a 

 રેલ્વે ભરતી1133 Vacancies20241m

 રેલ્વે ભરતી2024 9144 Vacancy8a

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ભરતી20249a

મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ ભરતી202430a

 રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી20245a

કૌશલ્યા યુનિવર્સિટી  ભરતી20244a

 SBI ભરતી 20249a

 IBPS bharti 2024 for Various Posts12a

 અમદાવાદ મહાનગરપાલિકા ભરતી સહાયક જુનિયર ક્લાર્ક202415a

 અમદાવાદ મહાનગરપાલિકા સહાયક ટેકનીકલ સુપરવાઈઝર ભરતી202415a

રોજગાર સમાચાર ગુજરાત  13-March-2024 ડાઉનલોડ

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ભરતી 2024 11a- 

 રોજગાર સમાચાર ગુજરાત 06-March-2024 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 28-2-2024 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 21-02-2024 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 14-2-2024 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 7-February-2024 ડાઉનલોડ

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.