24 એપ્રિલ નો ઈતિહાસ
24 એપ્રિલ નો ઈતિહાસ
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
24 એપ્રિલ નો ઈતિહાસ મહત્વપૂર્ણ ઘટનાઓ
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ
ભારતમાં દર વર્ષે 24 એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2010માં ભારતના તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે 24 એપ્રિલને પ્રથમ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે જાહેર કર્યો હતો.તેમણે કહ્યું, જો પંચાયતી રાજ સંસ્થાઓ યોગ્ય રીતે કામગીરી કરે અને સ્થાનિક લોકો વિકાસ પ્રક્રિયામાં ભાગ લે તો માઓવાદીઓની આતંકનો સામનો કરી શકાય.
વર્ષ 1957ના જાન્યુઆરી મહિનામાં ભારત સરકારે કમ્યુનિટિ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને રાષ્ટ્રીય વિસ્તરણ સેવાના કાર્યોની તપાસ અને વધુ સારી કામગીરી માટેના પગલા સૂચવવા માટે બળવંતરાય મહેતા સમિતિ રચી હતી. આ બળવંતરાય મહેતા પાછળથી ગુજરાતના બીજા મુખ્યમંત્રી બન્યા હતા. આ સમિતિએ નવેમ્બર 1957માં પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો હતો. આ અહેવાલમાં ‘લોકશાહી વિકેન્દ્રીકરણ’ યોજના સ્થાપવાની ભલામણ કરી હતી, જેને અંતે પંચાયતી રાજ તરીકે ઓળખવામાં આવી. આ ભલામણોને જાન્યુઆરી 1958 માં રાષ્ટ્રીય વિકાસ પરિષદે સ્વીકારી હતી.
ભારતમાં લોકશાહીના વિકેન્દ્રીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ બળવંતરાય મહેતાને ‘પંચાયતી રાજ આર્કિટેકટ’ તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનાનું ઉદઘાટન તત્કાલિકન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 2 ઓક્ટોબર, 1959ના રોજ રાજસ્થાનના નાગૌર જિલ્લામાં કર્યું હતું. આમ રાજસ્થાન દેશનું પહેલું રાજ્ બન્યું હતું જ્યાં પંચાયતી રાજ પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના વર્ષ 1963માં કરાઇ હતી. ભારતનું બંધારણ પંચાયતોને ‘સ્વરાજ્યની સંસ્થા’ તરીકે માન્યતા આપે છે. ભારતમાં કુલ 2.51 લાખ પંચાયતો છે, જેમાં 2.39 લાખ ગ્રામ પંચાયતો, 6904 બ્લોક પંચાયતો અને 589 જિલ્લા પંચાયતોનો સમાવેશ થાય છે અને તેમના કુલ 29 લાખથી વધારે પંચાયત પ્રતિનિધિઓ છે.
2010 – ભારતમાં રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ ઉજવવાની શરૂઆત થઇ.
2008- નેપાળમાં નવી સરકાર રચવા જઈ રહેલા માઓવાદી નેતા પુષ્પકમલ દહલ ઉર્ફે પ્રચંડે ભારત અને નેપાળ વચ્ચેની 1950ની સંધિને સમાપ્ત કરવાની જાહેરાત કરી.
2007 – હમાસે ઈઝરાયેલ પર હુમલો કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો.
2006 – નેપાળમાં સંસદ પુનઃસ્થાપિત.
2003 – તામિલ બળવાખોરોએ માનવતાવાદી મુદ્દાઓ પર 17મા રાઉન્ડ (થાઇલેન્ડ) વાટાઘાટોમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો.
2002 – આર્જેન્ટિનામાં બેંક અનિશ્ચિત સમય માટે બંધ.
1998 – ક્લોન ઘેટાં ડોલી દ્વારા તંદુરસ્ત ઘેટાં બોનીનો જન્મ.
1982 – 15 વર્ષના ઇઝરાયલના શાસન બાદ સિનાઈ ટાયુનો કબજો ઇજિપ્તને પરત મળ્યો.
1877 – રશિયાએ ઓટ્ટોમન સામ્રાજ્ય સામે યુદ્ધની ઘોષણા કરી.
ઈતિહાસ : 23 એપ્રિલ
24 એપ્રિલ નો ઈતિહાસ જન્મજયંતિ
- વરુણ ધવન (1987) – હિન્દી ફિલ્મોના અભિનેતા.
- પ્રમોદ સાવંત (1973) – ભારતીય રાજકારણી અને ગોવાના મુખ્યમંત્રી.
- સચિન તેંડુલકર (1973) – ભારતીય ક્રિકેટ ખેલાડી.
- તેજનબાઈ (1956) – છત્તીસગઢ રાજ્યની પ્રથમ મહિલા કલાકાર અને ‘પાંડવાણી’ની ‘કાપાલિક શૈલી’ના ગાયિકા.
- શરદ અરવિંદ બોબડે (1956) – ભારતના ભૂતપૂર્વ 47મા મુખ્ય ન્યાયાધીશ.
- લેરી ટેસ્લર (1945) – અમેરિકાના કમ્પ્યુટર વૈજ્ઞાનિક હતા.
- અઝીઝ કુરેશી (1940) – મિઝોરમના ભૂતપૂર્વ રાજ્યપાલ હતા.
- મેક મોહન (1938) – હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા હતા.
- ડી. જયકાંતન (1934) – પ્રખ્યાત તેલુગુ લેખક હતા.
- શમ્મી (1929) – ભારતીય ફિલ્મોની અભિનેત્રી.
- રાજકુમાર (1928) – દક્ષિણ ભારતના પ્રખ્યાત કન્નડ અભિનેતા.
- ટીકા રામ પાલીવાલ (1909) – રાજસ્થાનના ચોથા મુખ્યમંત્રી.
- વિષ્ણુ રામ મેધી (1888) – ભારતીય રાજકારણી, સ્વાતંત્ર્ય સેનાની અને આસામના બીજા મુખ્યમંત્રી હતા.
ઈતિહાસ : 22 એપ્રિલ
24 એપ્રિલ નો ઈતિહાસ પૃણ્યતિથિ
- કે.કે. શંકરનારાયણન (2022) – મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ હતા.
- સત્ય સાંઈ બાબા (2011) – આધ્યાત્મિક ગુરુ હતા.
- મહાત્મા રામચંદ્ર વીર (2009) – એક સફળ લેખક, કવિ અને પ્રખર વક્તા હતા.
- રામધારી સિંહ ‘દિનકર’ (1974) – હિન્દી ભાષાના પ્રખ્યાત કવિ
- જેમિની રોય (1972) – ભારતના પ્રખ્યાત ચિત્રકાર.
- અન્ના સાહેબ ભોપાટકર (1960) – પ્રખ્યાત લેખક અને જાહેર કાર્યકર્તા હતા.
- શિવપ્રસાદ ગુપ્તા (1944) – હિન્દી અખબાર ‘દૈનિક આજ’ના સ્થાપક અને પ્રખ્યાત ક્રાંતિકારી.
- દીનાનાથ મંગેશકર (1942) – મરાઠી થિયેટરના પ્રખ્યાત અભિનેતા, ગાયક, શાસ્ત્રીય સંગીતકાર અને નાટ્ય સંગીતકાર હતા.
- સી. શંકરન નાયર (1934)- ભારતીય ન્યાયાધીશ અને રાજકારણી હતા.
ઈતિહાસ : 23 એપ્રિલ
ઈતિહાસ : 22 એપ્રિલ
ઈતિહાસ : 21 એપ્રિલ
ઈતિહાસ : 20 એપ્રિલ
ઈતિહાસ : 19 એપ્રિલ
ઈતિહાસ : 18 એપ્રિલ
ઈતિહાસ : 17 એપ્રિલ
ઈતિહાસ : 16 એપ્રિલ
ઈતિહાસ : 15 એપ્રિલ
ઈતિહાસ : 14 એપ્રિલ
ઈતિહાસ : 13 એપ્રિલ
ઈતિહાસ : 12 એપ્રિલ
ઈતિહાસ : 11 એપ્રિલ
ઈતિહાસ : 10 એપ્રિલ
ઈતિહાસ : 09 એપ્રિલ
ઈતિહાસ : 08 એપ્રિલ
ઈતિહાસ : 07 એપ્રિલ
ઈતિહાસ : 06 એપ્રિલ
ઈતિહાસ : 05 એપ્રિલ
ઈતિહાસ : 04 એપ્રિલ
ઈતિહાસ : 03 એપ્રિલ
ઈતિહાસ : 02 એપ્રિલ
ઈતિહાસ : 01 એપ્રિલ
માર્ચ ઈતિહાસ
ફેબ્રુઆરી ઈતિહાસ
જાન્યુઆરી ઈતિહાસ
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો