Type Here to Get Search Results !

CA Final and Inter Result સીએ ઇન્ટર અને ફાઇનલનું પરિણામ જાહેર, અહીં ડાયરેક્ટ લિન્કથી જાણો પરિણામ

CA Final and Inter Result સીએ ઇન્ટર અને ફાઇનલનું પરિણામ જાહેર, અહીં ડાયરેક્ટ લિન્કથી જાણો પરિણામ


 

ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ICAI મંગળવારે 10 જાન્યુઆરીના દિવસે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ફાઇનલ અને ઇન્ટરમીડિએટ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેવા ઉમેદવારો પરિણામ જોવા માટે સત્તાવાર વેબસાઇટ icai.nic.in ની મુલાકાત લઇ શકે છે. ઉમેદવાર પોતાનો રજિસ્ટ્રેશન નંબર અને રોલ નંબરનો ઉપયોગ કરીને પરિણામ જોઈ શકે છે. પરીક્ષા ગત વર્ષના નવેમ્બર મહિનામાં લેવાઇ હતી. ICAIની વેબસાઈટ પર મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે..

ICAIએ 1 નવેમ્બરથી 16 નવેમ્બર, 2022 દરમિયાન CA Final and Intermediate Result 2022નું આયોજન કર્યું હતું. ગ્રુપ 1 ઇન્ટરની પરીક્ષા 2 નવેમ્બરથી 9 નવેમ્બર દરમિયાન લેવામાં આવી હતી, જ્યારે ગ્રુપ 2 ઇન્ટરની પરીક્ષા 11 નવેમ્બરથી 12 નવેમ્બર દરમિયાન યોજાઈ હતી. બીજી તરફ સીએની ફાઈનલ પરીક્ષાની વાત કરીએ તો 1લી નવેમ્બરથી 7મી નવેમ્બર દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ગ્રુપ 1ની પરીક્ષા આપવામાં આવી હતી. ગ્રુપ-2ની પરીક્ષા 10 નવેમ્બરથી 16 નવેમ્બર દરમિયાન લેવામાં આવી હતી. પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ તેમના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

CA ફાઈનલ અને ઈન્ટરમીડિયેટના પરિણામોની જાહેરાતની સાથે ICAI દ્વારા પરિણામ વિશ્લેષણ, ટોપર્સ લિસ્ટ, મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. મેરીટ લિસ્ટ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ચેક કરી શકાય છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

સીએ ફાઇનલ રિઝસ્ટમાં ગ્રૂપએમાં 21.39 ટકા અને ગ્રૂપ બીમાં 18.61 ટકા પરિણામ

સીએ ફાઇનલ રિઝલ્ટમાં ગ્રૂપમાં સીએ ફાઇનલ રિઝસ્ટમાં ગ્રૂપએમાં 21.39 ટકા અને ગ્રૂપ બીમાં 18.61 ટકા પરિણામ જાહેર થયું છે જ્યારે ફાઇનલનું કુલ પાસ થવાની ટકાવારી 11.09 ટકા રહ્યા છે.

ટોપર્સ લિસ્ટ

હર્ષ ચૌધરીએ આજે જાહેર થયેલા સીએ ફાઈનલના પરિણામમાં ઓલ ઈન્ડિયા રેન્ક 1 મેળવ્યો છે. તેણે અંતિમ પરિણામમાં 700 માંથી 618 માર્ક્સ મેળવ્યા. ગ્રુપ Aમાં કુલ 65,291 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 13,969 પાસ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 64,775 વિદ્યાર્થીઓએ ગ્રુપ બીની પરીક્ષા આપી હતી જેમાંથી 12,053 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હતી. બંને જૂથોની એકંદરે પાસ થવાની ટકાવારી 11.09 ટકા છે.

આજે જાહેર થયેલા CA ઈન્ટરમીડિયેટના પરિણામમાં ગ્રુપ Aમાં કુલ 1,00,265 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 21,244 પાસ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 79,292 વિદ્યાર્થીઓએ ગ્રુપ બીની પરીક્ષા આપી હતી જેમાંથી 19,380 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હતી. બંને જૂથોની એકંદરે પાસ થવાની ટકાવારી 12.72 ટકા છે.

આવી રીતે ચેક કરો પરિણામ

રિઝલ્ટ તપાસવા માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ Icai.nic.in અથવા Icaiexam.icai.org ની મુલાકાત લેવી પડશે.

હોમપેજ પર, તમારે લેટેસ્ટ અપડેટ્સ વિભાગમાં જવું પડશે. તે પછી CA ફાઇનલ અથવા ઇન્ટરમીડિયેટ લિંક પર ક્લિક કરો.

લિંક પર ક્લિક કર્યા પછી, તમે એક નવા પેજ પર પહોંચશો.

અહીં તમારે રજીસ્ટ્રેશન નંબર, રોલ નંબર અને કેપ્ચા ભરવાનું રહેશે.

વિગતો ભર્યા પછી, લોગિન કર્યા પછી પરિણામ સ્ક્રીન પર દેખાશે.

ઉમેદવારોએ રિઝલ્ટ ચેક કરવું અને ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરવું.

તમામ વિષયોમાં ઓછામાં ઓછા 50% કુલ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને જ પરીક્ષામાં પાસ ગણવામાં આવશે. વિદ્યાર્થીઓએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 40% સ્કોર કરવાની જરૂર છે.

 મહત્વપૂર્ણ તારીખ

રિઝલ્ટ જોવા માટેની લિંક્સ : Icai.nic.in અને Icaiexam.icai.org

 
ICAI Final Examination Merit List : icai.nic.in/caresult/final/merit-login.php

 
ICAI Intermediate Examination Merit List: icai.nic.in/caresult/ipc/merit-login.php

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

 

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 
 
 
 
 
 
 
 
 
 
 

કેન્ટોનમેન્ટ બોર્ડ ઔરંગાબાદ ભરતી 20225j

સુરત એસ વી પટેલ કોલેજ ભરતી13J 

સિટી હેલ્થ સોસાયટી સુરત  ભરતી10j 
 

રોજગાર સમાચાર ગુજરાત  04-01-2023 ડાઉનલોડ

આજ ના દિવસ નો ઈતિહાસ : 3 જાન્યુઆરી

UGC નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) નોટિફિકેશન 2023 17j

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ GSECL ભરતી23j

રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) અમદાવાદ ભરતી9j

ICPS નવસારીએસસીસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર 2023 ની ભરતી10j

ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2022-23 85 ડેટા એન્ટ્રી ઓપરેટર27j

બોરસદ નગરપાલિકા ભરતી13j 

સિવિલ હોસ્પિટલ સુરત ભરતી11j

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2022-2312j

રોજગાર સમાચાર ગુજરાત 28-12-2022 ડાઉનલોડ

વરાછા કો-ઓપરેટિવ બેંક, સુરતમાં ભરતી15j

ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ (ICPS) ભરૂચ ભરતી21j

NAU ભરતી 2022 વિવિધ જગ્યાઓ 9j

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.