Type Here to Get Search Results !

823 વનરક્ષક ભરતી વિગતવાર જાહેરાત Forest Guard bharti 2022 full Detailed Notification

 823 વનરક્ષક ભરતી વિગતવાર જાહેરાત 

 

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022-કુલ 823 જગ્યાઓ માટે ભરતી

ગુજરાત વન વિભાગ દ્વારા તાજેતરમાં 823 ફોરેસ્ટ ગાર્ડ ની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત વન વિભાગ 823 ફોરેસ્ટ ગાર્ડ ની જગ્યાઓ માટે ભરતી 2022 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ગુજરાત વન વિભાગ માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 823 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 15-11-2022ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 15-11-2022 છે.

અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય ગાંધીનગર નિયંત્રણ હેઠળ જુદા જુદા જિલ્લાની વન રક્ષક સંવર્ગ વર્ગ – 3ની જગ્યાઓ પર નિમણૂક માટે ઉમેદવાર પસંદ કરવા જગ્યાના સંદર્ભમાં ઉલ્લેખ કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.ojas.gujarat.gov.in વેબસાઈટ પર તારીખ 01/11/2022 થી 15/11/2022 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર Forest/202223/1

સંસ્થાનું નામ: ગુજરાત વન વિભાગ

કુલ ખાલી જગ્યા: 823 પોસ્ટ્સ

પોસ્ટ: 

ફોરેસ્ટ ગાર્ડ પોસ્ટ્સ

કોણ અરજી કરી શકે

લાયકાત:

() ઉમેદવાર ઉચ્ચત્તર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એચ.એસ.સી (ધોરણ-૧૨) અથવા તેની સમકક્ષ સરકારશ્રી માન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઇશે.

() ઉમેદવાર ગુજરાતી, હિન્દી અથવા બંન્ને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

શારીરિક ધોરણ

પુરુષ ઉમેદવાર માટે:-

વર્ગ

ઉચાઇ

છાતી (ન્યુનતમ)

વજન

ફુલાવ્યા વગર

ફૂલાવેલ

મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે

૧૫૫ સેન્ટીમીટર

૭૯ સેન્ટીમીટર

૮૪ સેન્ટીમીટર

૫૦ કિલોગ્રામ

ઉમેદવાર (ગુજરાતના અનુસૂચિત જનજાતિ સિવાયના) માટે

૧૬૩ સેન્ટીમીટર

૭૯ સેન્ટીમીટર

૮૪ સેન્ટીમીટર

૫૦ કિલોગ્રામ

છાતીનો ફુલાવો ઓછામાં ઓછો (પાંચ) સેન્ટી મીટર હોવો જરૂરી છે

મહિલા ઉમેદવાર

વર્ગ

ઉચાઇ

વજન

મુળ ગુજરાતના અનુસૂચિત જન જાતિ ઉમેદવારો માટે

૧૪૫ સેન્ટીમીટર

૪૫ કિલોગ્રામ

ઉમેદવાર (ગુજરાતના અનુસૂચિત જન જાતિ સિવાયના)

૧૫૦ સેન્ટીમીટર

૪૫ કિલોગ્રામ

 

એપ્લિકેશન મોડ :ઓનલાઈન ઑફલાઇન

ઉંમર મર્યાદા:

ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ

ઉમેદવારની ઉંમર જાહેરાતમાં દર્શાવેલ ઓનલાઇન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. આ તારીખે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી ના હોવી જોઇએ અને (સરકારશ્રીના સામાન્ય વહૌવટ વિભાગના ઠરાવ ક્રમાંકઃસીઆરઆર/ ૧૧૮ ૨૦૨૧૮ ૪૫૦૯૦૦/ ગ.૫, તા:૨૯/૦૯/ ૨૦૨૨ની જોગવાઇ અનુસાર સીધી ભરતી માટેની ઉપલી વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ સાથે) ૩૪ (ચોત્રીસ) વર્ષથી વધુ ન હોવી જોઇએ.

(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

સ્થળ:-Gujarat

અરજી ફી

બિન અનામત વર્ગના ઉમેદવાર માટે   રૂ. 100 + અન્ય ચાર્જ

અન્ય તમામ કેટેગરી માટે કોઈ ફી નહીં

બિન અનમાત પુરૂષ અને મહિલા ઉમેદવારો અરજી/ પરીક્ષા ફી નીચેના બે વિકલ્પ પૈકી કોઇ પણ રીતે ભરી શકે છે.

() પોસ્ટ ઓફિસમાં:

સામાન્ય કેટેગરીના ઉમેદવારે ભરવાની થતી ફી સંદર્ભે “Print Challan” ઉપર ક્લિક કરીને પ્રિન્ટેડ ચલણની નકલ કાઢવાની રહેશે. આ પ્રિન્ટેડ ચલણની નકલ લઇને નજીકની કોમ્પ્યુટર સુવિધા ધરાવતી પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે. પોસ્ટ ઓફિસમાં રૂ.૧૦૦/- ફી + પોસ્ટલ સર્વિસ ચાર્જ તાઃ ૧૮/૧૧/૨૦૨૨ (પોસ્ટ ઓફિસના કામકાજના સમય સુધી) ભરવાની રહેશે અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે. આ ચલણ તથા Confirm થયેલ અરજીપત્રક ઉમેદવારે પોતાની પાસે સાચવીને રાખવાના રહેશે અને જ્યારે ભરતી સમિતિ અથવા બોર્ડ દ્વારા મંગાવવામાં આવે ત્યારે જ અરજીપત્રક બિડાણો સહિત તથા ફી ભરેલા ચલણની નકલ સાથે રજુ કરવાના રહેશે.

() ઓનલાઇન ફી:

ઓનલાઇન ફી જમા કરાવવા માટે “Print Challan” પર ક્લિક કરવું અને વિગતો ભરવી અને ત્યાં “Onlne Payment of Fee” ઉપર ક્લિક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં Net Banking, Card Payment અથવા Other Payment Mode ના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપની ફી જમા થઇ ગયી છે તેવું Screen પર લખાયેલ આવશે અને E-receipt મળશે, જેની Print કાઢી લેવી, જો પ્રક્રીયામાં કોઇ ખામી હશે તો screen પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે. ઉપર જણાવેલ વિકલ્પ સિવાય અન્ય કોઇ રીતે ફી સ્વીકારવામાં આવશે નહિં. ઉમેદવારે ફી ભર્યા બાદ

આ ફી નુ રીફંડ મળવાપાત્ર નથી. તેમજ આ ભરેલ ફી અન્ય કોઇ પરીક્ષા માટે અનામત તરીકે રાખવામાં આવશે નહીં. પરીક્ષા ફી ભરવાપાત્ર ઉમેદવારોની ફી ભર્યા વગરની અરજી માન્ય રહેશે નહિ. તથા ” General” કેટેગરી Select કરનાર ઉમેદવારો ફી ભરવાની નિયત સમયમર્યાદામાં પરીક્ષા ફી નહીં ભરે તો તેવા ઉમેદવારોનું અરજી ફોર્મ કોઇપણ જાતની જાણ કર્યા વગર ભરતી સમિતિ દ્વારા “રદ” ગણવામાં આવશે.

(૧) બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજી પરીક્ષા ફી પેટે રૂ.૧૦૦/- + સર્વિસ ચાર્જીસ ભરવાના રહેશે.

(૨) અરજી ફોર્મમાં નીચે મુજબની કેટેગરી પસંદ કરનાર ઉમેદવારે કોઇપણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની રહેશે નહિ.

·         (ક) અનુસુચિત જાતિ (SC)

·         (ખ) અનુસુચિત જનજાતિ (ST)

·         (ગ) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)

·         (ઘ) આર્થિક રીતે નબળા વર્ગ (EWS)

·         (૨) માજી સૈનિક (Ex. Service Man) તમામ કેટેગરીના 

 

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઈનલ મેરીટ લિસ્ટના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોને શારીરિક કસોટી માટે મેરીટ પ્રમાણે તબક્કાવાર બોલાવવામાં આવશે.

પગારધોરણ

પસંદગી પામેલ ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ફિક્સ 19,950 રૂપિયા ફિક્સ વેતન આપવામાં આવશે.

Written Exam Syllabus: 

લેખિત પરીક્ષાના માપદંડ

(1) ભરતી માટે લેખિત પરીક્ષા અનિવાર્ય છે. આ લેખિત પરીક્ષામાં MCQ (Multipule choice Question) પ્રકારના ૧૦૦ પ્રશ્નો રહેશે અને સદરહુ લેખિત પરીક્ષા ઓપ્ટીકલ માર્ક રીડીંગ (OMR) પધ્ધતિથી લેવામાં આવશે. લેખિત પરીક્ષામાં ૨ ગુણના ૧૦૦ પ્રશ્નો લેખે કુલ ૨૦૦

ગુણની રહેશે અને પરીક્ષાનો સમય ૨ કલાક રહેશે. દરેક ખોટા જવાબ માટે મેળવેલ ગુણમાંથી ૦.૨૫ ગુણ (૦.૨૫ % નહિ પરંતુ ૦.૨૫ ગુણ) કમી કરવામાં આવશે. (નેગેટીવ માર્કીંગ લાગુ પડશે.) ૦.M.R. શીટમાં સફેદ શાહી (white ink) નો ઉપયોગ કરી શકાશે નહિ. જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નના જવાબમાં સફેદ શાહી (white ink) નો ઉપયોગ કરશે તો તે જવાબ ખોટો ગણી નેગેટીવ માર્કસ આપવામાં આવશે.

લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે.

(1) લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ વનરક્ષક વર્ગ-૩ ના The Forest Guard, Class-III, Competitive Examination For Direct Recruitment Rules, 2016 ના પરિશિષ્ટ-૧ અનુસાર રહેશે અને લેખિત પરીક્ષામાં વિવિધ વિષયને નીચે મુજબ વેઇટેજ આપવામાં આવશે.

ક્રમ

વિષય

ટકાવારી

સામાન્ય જ્ઞાન

૨૫ %

સામાન્ય ગણિત

૧૨.૫ %

ગુજરાતી ભાષા

૧૨.૫ %

કુદરતી પરીબળો જેવા કે,પર્યાવરણ તથા ઇકોલોજી, વનસ્પતિ વિષયક જ્ઞાન, વન્યજીવ, જળ, જમીન, ઔષધિય વનસ્પતિ, લાકડુ તથા લાકડાં આધારીત ઉધોગો, ભૂભૌગોલિક પરીબળો

૫૦ %

 

 કુલ

૧૦૦%

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

પ્રારંભ તારીખ: 01-11-2022

છેલ્લી તારીખ: 15-11-2022

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો


ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 ઓનલાઇન અરજીlink પ્રારંભ તારીખ: 01-11-2022

Official websiteઅહી ક્લિક કરો


Home pageઅહી ક્લિક કરો

Join Telegram Channel click here


 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

આ પણ વાંચો:

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.