Type Here to Get Search Results !

LRD Document Verification Notification (03-09-2022)

 LRD Document Verification Notification (03-09-2022)

 

 LRD દસ્તાવેજ ચકાસણી સૂચના (03-09-2022)

 ગુજરાત પોલીસે LRD દસ્તાવેજ ચકાસણી સૂચના (03-09-2022) પ્રકાશિત કરી છે, વધુ વિગતો માટે નીચે તપાસો.
પોસ્ટ: કોન્સ્ટેબલ - લોકરક્ષક

જાહેરાત નંબર LRB/202122/2

:: તા. ૦૩.૦૯.૨૦૨૨ ::

રમતગમત અંગેના પ્રમાણપત્રો બાબત.

(૧) સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના તા.૨૫/૦૨/૧૯૮૦ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર-૧૦૭૩-૨૬૬૦-ગ-૨ મુજબ (૧) એથ્લેટીકસ (ટ્રેક અને ફિલ્ડ રમતો સહીત) (ર) બેડમિન્ટન (૩) બાસ્કેટબોલ (૪) ક્રિકેટ (પ) ફુટબોલ (૬) હોકી (૭) સ્વિમીંગ (૮) ટેબલ ટેનીસ (૯) વોલીબોલ (૧૦) ટેનીસ (૧૧) વેઇટ લિફ્ટીંગ (૧ર) રેસલીંગ (૧૩) બોકસીંગ (૧૪) સાઇકલીંગ (૧પ) જીમ્નેસ્ટીક (૧૬) જુડો (૧૭) રાઇફલ શુટીંગ (૧૮) કબડ્ડી (૧૯) ખોખોની રમતોને માન્ય ગણેલ છે.

(ર) સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના તા.૦૧/૦૮/૧૯૯૦ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર-૧૧૮૮-૩૬૪૪-ગ-૨ મુજબ (૧) તીરંદાજી (ર) ઘોડેસવારી (૩) ગોળાફેંક (૪) નૌકા સ્પર્ધા (પ) શતરંજની રમતોને માન્ય ગણેલ છે.

(૩) સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના તા.૧૮/૦૪/૨૦૦૧ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર/૧૦૯૯/યુ.ઓ.-૪૧૧૦/ગ.૨ મુજબ હેન્ડ બોલની રમતને માન્ય ગણેલ છે.

આમ, ઉપરોકત કુલ-૨૫ રમત/ખેલકુદને સરકારશ્રી દ્વારા માન્ય ગણવામાં આવેલ છે.

સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના તા.૦૧/૦૮/૧૯૯૦ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર-૧૧૮૮-૩૬૪૪-ગ-૨ મુજબ ઉપરોકત રમતો/ખેલકુદમાં રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ખેલાડીઓને ગુણવત્તા ધરાવનાર તરીકે ગણવામાં આવશે અને વધારાના ગુણ મળવાપાત્ર થાય છે. આવા પ્રમાણપત્ર તા.૦૯.૧૧.૨૦૨૧ સુધીમાં ઇશ્યુ થયેલ હોવુ જોઇએ.

ઉમેદવારોની જાણકારી માટે લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર રમતગમતને લગતા ઠરાવો મુકવામાં આવેલ છે તેમછતાં નીચેની લીંક ઉપર કલીક કરવાથી પણ રમતગમતને લગતા ઉપરોકત ઠરાવો જોઇ શકાશે.

⇒ રમતગમતને લગતા ઠરાવ જોવા માટે અહી કલીક કરો....


:: તા. ૦૨.૦૯.૨૦૨૨ ::

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી/રક્ષાશક્તિ યુનિવર્સિટી તેમજ NCC “C” સર્ટી રજુ કરવા બાબત.

કેટલાક ઉમેદવારો તરફથી ઓનલાઇન અરજી વખતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી/રક્ષાશક્તિ યુનિવર્સિટીની ડીગ્રી/ડીપ્લોમાંના સર્ટીફીકેટ અથવા NCC “C” સર્ટીફીકેટની વિગત દર્શાવેલ નથી એવી રજુઆત મળેલ છે.

ઉમેદવારોને જણાવવાનું કે, જો તેઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી/રક્ષાશક્તિ યુનિવર્સિટીની ડીગ્રી/ડીપ્લોમાંના સર્ટીફીકેટ અથવા NCC “C” સર્ટીફીકેટના તા.૦૯.૧૧.૨૦૨૧ સુધીમાં ઇશ્યુ કરવામાં આવેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોય તો દસ્તાવેજ ચકાસણી સમયે તે રજુ કરી શકે છે.


:: તા. ૦૧.૦૯.૨૦૨૨ ::

EWS પાત્રતા પ્રમાણપત્ર રજુ કરવા બાબત.

દસ્તાવેજ ચકાસણીની કામગીરી દરમ્યાન કેટલાક EWS ઉમેદવારો ગુજરાત સરકારની ભરતીમાં અનામતનો લાભ લેવા માટે સામાન્ય વહિવટ વિભાગના તા.૨૫/૦૧/૨૦૧૯ના ઠરાવ ઇ.ડબલ્યુ.એસ./૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ અન્વયે ઠરાવવામાં આવેલ અંગ્રેજીમાં Annexure-KH અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ મુજબનું પાત્રતા પ્રમાણપત્ર કે જે તા.૦૯.૧૧.૨૦૨૧ સુધીમાં ઇશ્યુ થયેલ હોય તે જ માન્ય ગણવામાં આવશે(નમૂનો નીચેની લીંક કલીક કરવાથી જોઇ શકાશે)

Income & Assets Certificate (નમૂનો નીચેની લીંક કલીક કરવાથી જોઇ શકાશે) માન્ય ગણાશે નહી.

EWS માટે પાત્રતા પ્રમાણપત્રનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો....

EWS માટે Income & Assets Certificateનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો....


:: તા.૩૦.૦૮.૨૦૨૨ ::

લોકરક્ષક ભરતીની દસ્તાવેજ ચકાસણીના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ

લોકરક્ષક અને પો.સ.ઇ. બન્નેની દસ્તાવેજ ચકાસણીમાં પસંદગી પામેલ હતા તેવા કુલ-૧૬૯૦ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની કામગીરી તા.૧૨.૦૯.૨૦૨૨ થી તા.૧૩.૦૯.૨૦૨૨ સુધી હાથ ધરવામાં આવનાર છે. જે માટેના કોલલેટર https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

મહત્વપૂર્ણ Links

Official Website:  અહી ક્લિક કરો

Gujueduhouse home pageઅહી ક્લિક કરો

Join Telegram Channel click here

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.