બિન સચિવાલય કારકુન પરીક્ષા કેન્દ્ર અંગેની અગત્યની જાહેરાત
જાહેરાત ક્રમાંક : ૧૫૦ ર૦૧૮-૧૯ “બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટ” વર્ગ-૩ સંવર્ગના પરીક્ષા કેન્દ્ર અંગેની અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક : ૧૫૦/૨૦૧૮૧૯
( વેબસાઇટ એડ્રેસ : https://gsssb.gujarat.gov.in )
સચિવાલયના વિવિધ વહીવટી વિભાગો હેઠળના ખાતાના વડાઓની કચેરી, બોર્ડ નિગમ અને સચિવાલય હસ્તકની “ બીન સચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસીસ્ટંટ " વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટે મંડળની જાહેરાત ક્રમાંક : ૧૫૦/૨૦૧૮૧૯ ની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૪/૦૪/૨૦૨૨, રવિવારના રોજ બપોરે ૧૧-૦૦ થી ૧૩-૦૦ કલાક દરમિયાન લેવાનાર છે. જેમાં જણાવ્યા મુજબના પરીક્ષા કેન્દ્રના સરનામામાં સુધારા થયેલ હોઇ, ઉમેદવારે ઉપર દર્શાવેલ સુધારા થયેલ સરનામા મુજબ પરીક્ષા કેન્દ્ર ખાતે હાજર રહી પરીક્ષા આપવાની રહેશે. સુધારેલ સરનામા વગરના કોલ લેટર પણ માન્ય ગણાશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક :૧૫or૨૦૧૮-૧૯ “બિન સચિવાલય કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ "વર્ગ-૩ સંવર્ગના કોલલેટર ડાઉનલોડ ઉમેદવારોએ તા.૧૧-૦૪-૨૦૨૨ ના રોજ બપોરના ૧૪-૦૦ કલાક થી તા.૨૪-૦૪-૨૦૨૨ ના રોજ સવારના ૧૧-૦૦ કલાક દરમ્યાન પોતાનો પ્રવેશપત્ર- હાજરીપત્રક (કોલ લેટર) તથા ઉમેદવારો માટેની સુચનાઓ https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી મેળવી લેવાના રહેશે. ઉમેદવારો માટેની સૂચનાઓ મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/ ઉપરથી પણ મેળવી શકાશે.
પ્રવેશપત્ર- હાજરીપત્રક (કોલ લેટર) “on Line” મેળવવા માટે ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્યુટરમાં;
સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબ સાઇટ પર જવું. હવે “Call Letter” પર click કરવું. ત્યારબાદ selectjob પર click કરી જાહેરાત નંબર :૧૫૦૨૦૧૮-૧૯ Select કરીને "Confirmation Number" તથા "Birth date" type કરીને ok ક્લિક કરવાથી અલગ Window માં આપના call Letter (પ્રવેશપત્ર - હાજરીપત્રક) ખુલશે, જેની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. જયારે ઉમેદવારો માટેની સૂચનાઓ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી લેવી ફરજીયાત છે.
નોંધ :
(૧) Ojas વેબસાઇટ પરથી Call Letter (પ્રવેશપત્ર - હાજરીપત્રક)ની પ્રિન્ટ કરતાં પહેલાં કોમ્યુટર સાથે જોડેલ પ્રિન્ટરમાં A4 સાઇઝનું setup ગોઠવવું જરૂરી છે.
(ર) ઉમેદવારે પ્રવેશપત્ર મેળવવા માટે જે તે સમયે ઓન લાઇન અરજી confirm કર્યા બાદ મળેલ confirmation Number અને અરજીમાં દર્શાવેલ Birth Date જ બોક્ષમાં ટાઇપ કરવાની રહેશે. તો જ પ્રવેશપત્ર-હાજરીપત્રક ડાઉનલોડ થશે. જેની જવાબદારી ઉમેદવારની રહેશે.
(૩) જાહેરાત ક્રમાંક: ૧૫ ૨૦૧૮-૧૯ “બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ" વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટે ઓન-લાઇન અન્વયે કોલ લેટર ડાઉનલોડ સંબંધી પૂછપરછ અંગે મંડળના કંટ્રોલ રૂમના ફોન નંબર : ૦૭૯ ૨૩૨ ૫૩૬૨૫/ ૫૩૬૨૭ ઉપર કચેરી સમય (૧૦-૩૦ થી ૬-૧૦ દરમ્યાન જાહેર રજા સિવાય) સંપર્ક સાધવાનો રહેશે. લેખિત પરીક્ષા સમયે, કોલ લેટર- હાજરીપત્રકની પ્રિન્ટ રજૂ કરવી ફરજીયાત છે.
Hall Ticket:
: ઉમેદવાર માટેની સૂચનાઓ ::
( આ તમામ સૂચનાઓ અવશ્ય વાંચી અમલ કરવા ઉમેદવારોને જણાવવામાં આવે છે.)
(૧) આ પરીક્ષામાં આપનો પ્રવેશ મંડળની જાહેર ખબર અને તેને સંબંધીત સૂચનાઓને આધારે આપે ઓન-લાઈન ભરેલ અરજીપત્રકમાંની વિગતો અને તે હેઠળના સોગંદનામાના ખરાપણાને અધિન રહીને આપવામાં આવે છે. જો આપે અરજીપત્રકમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત,વય, જાતિ, જેન્ડર, કે અન્ય કોઇપણ માહિતી ભવિષ્યમાં કોઇપણ તબક્કે ખોટી/ ક્ષતિયુકત હોવાનું મંડળને જણાશે તો આપની ઉમેદવારી પસંદગી નિમણુંક, મંડળ દ્વારા નિયમાનુસાર "રદ" થવા પાત્ર ઠરશે.
(૨) જો આપ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત પરિપૂર્ણ કરતાં ન હોય તો આ સુચના અન્વયે આપને આ પરીક્ષામાં નહીં બેસવા માટે સલાહ આપવામાં આવે છે.
(૩) પરીક્ષાખંડમાં ઉપસ્થિત થવા માટે આપે ડાઉનલોડ કરેલ કોલલેટર-કમ-હાજરીપત્રક ઉપર પોતાનો ફોટો ચોંટાડી પરીક્ષાખંડમાં અચૂક સાથે લાવવાનો રહેશે. અન્યથા, આ પરીક્ષામાં આપને બેસવા દેવામાં આવશે નહી. ઓનલાઇન અરજીમાં જેવો ફોટો અપલોડ કરેલો હોય તદ્દન તેવો જ ફોટો હાજરીપત્રકમાં ચોંટાડવો ફરજીયાત છે.
(૪) દ્રષ્ટિની ખામીવાળા અને હાથની વિકલાંગતાના કારણે હાથથી લખવા સક્ષમ ન હોય તેવા PH ઉમેદવારો કે જેઓને લહીયાની સુવિધા જરૂરી હોય તેવા ઉમેદવારોએ જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીનો અગાઉથી જરૂરી આધાર પુરાવા (સીવીલ સર્જનના સર્ટિફિકેટ) સાથે રૂબરૂ સંપર્ક કરીને પરીક્ષા શરૂ થવાના આગલા દિવસ સુધીમાં લહીયો સાથે રાખવાની મંજુરી મેળવી લેવાની રહેશે. મંજુરી વગર લહિયાની સુવિધા મળી શકશે નહીં.
(૫) પરીક્ષાખંડમાં આપે આપની ઓળખ માટે- ઇલેક્શન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, કે સ્કૂલ/કોલેજનું ફોટાવાળુ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. જે નિરીક્ષક (ઇન્વીજીલેટર) માંગે ત્યારે બતાવવાનું રહેશે
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
(૬) આ પરીક્ષા MCQ -OMR (મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન-ઓપ્ટીકલમાર્કરીડર) પધ્ધતિની રહેશે. ઉમેદવારોએ તેમાં બેઠક ક્રમાંક તથા પ્રશ્નના જવાબ સામેના ૦ માં લૂ બ્લેક બોલપોઇન્ટ પેનથી સંપૂર્ણ ૦ ઘુંટીને દર્શાવવાના રહેશે. જવાબ સામે આપેલ વર્તુળ જો અધૂરું ઘૂંટવામાં આવશે તો તે જવાબ માન્ય ગણવામાં આવશે નહીં.
(૭) OMR પધ્ધતિથી ઉત્તરપત્રમાં જવાબો લખતાં પહેલાં તે અંગેની સૂચનાઓ અચૂકપણે વાંચવી, પછી જ જવાબો લખવા. OMR ઉત્તરપત્રમાં સ્વહસ્તે બેઠક ક્રમાંક, પ્રશ્નપુસ્તિકા નંબર આંકડામાં તથા પ્રશ્નપુસ્તિકા કોડ અંગ્રેજી અક્ષરમાં અને OMR પધ્ધતિમાં સૂચવ્યા મુજબ અચૂક દર્શાવાનો રહેશે. આ સિવાય અન્ય કોઇ લખાણ કે ઓળખ ચિહન કરવાં નહિં. અન્યથા ક્ષતિયુક્ત OMR ઉત્તરપત્ર રદ ગણીને કોમ્યુટર ચકાસશે નહી; જેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
(૮) નિર્ધારીત પરીક્ષા સમય કરતાં ૧-૦૦ કલાક અગાઉ આપે આપની બેઠક પર અચૂક હાજર થવાનું રહેશે.
(૯) OMR પધ્ધતિથી ઉત્તરપત્રોના મૂલ્યાંકન માટે આપના સાચા-ખોટા જવાબ, એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલ જવાબ, છેકછાક, અધૂરું ઘૂંટેલ વર્તુળ તથા છોડી દીધેલ જવાબોને ધ્યાનમાં લઇને ખોટા, છેકછાકવાળા, અધૂરું ઘૂંટેલ વર્તુળ, એકથી વધુ વિકલ્પો દર્શાવેલ તથા છોડી દીધેલ જવાબના ગુણનું મૂલ્યાંકન પ્રશ્નપુસ્તિકામાં આપવામાં આવેલ સૂચનાઓ મુજબ (માઇનસ પધ્ધતિથી) કરવામાં આવશે. પ્રત્યેક ખોટા જવાબ, ખાલી છોડેલ જવાબ, છેકછાક, અધૂરું ઘેટેલ વર્તુળ, કે એક કરતાં વધુ વિકલ્પ માટે પ્રત્યેક જવાબ દીઠ ૦.૨૫ માઇનસ ગુણ કાપવામાં આવશે.
(૧૦) પરીક્ષામાં મોબાઇલ સાથે લાવવા પર પ્રતિબંધ છે. તેમજ સાથે બીન-અધિકૃત પુસ્તકો, કાગળો, સાહિત્ય તથા પેજર, કેક્યુલેટર વગેરે જેવા કોઈપણ વિજાણું સાધનો રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેમ છતાં જો આવી વસ્તુઓ આપની પાસેથી મળી આવશે તો એ સાથે રાખવા બદલ આપ આપોઆપ ગેરલાયક ઠરશો તેમજ આવી વસ્તુઓ જપ્ત કરવામાં આવશે. આ સૂચનાનો ભંગ કરનાર ઉમેદવાર શિસ્તભંગનાં પગલાંને પાત્ર ઠરશે.
(૧૧) ઉમેદવારો પરીક્ષા શરૂ થયા પછી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી પરીક્ષાખંડ છોડી શકશે નહીં. કોઈ ખાસ સંજોગોમાં પણ સ્થળ પર હાજર મંડળના પ્રતિનિધિની મંજુરી સિવાય આ ટુંકા સમયમાં ઉમેદવારને વર્ગખંડની બહાર જવા દેવામાં આવશે નહી.
(૧૨) OMR Sheet માં ઉમેદવારની સહી ફરજીયાત છે. ઉમેદવારે ઉત્તરપત્રમાં નિયત જગાએ પોતાની સહી તેમજ ખંડ નિરીક્ષક (ઇન્વીજીલેટર) ની સહી કરેલાકરાવેલ નહીં હોય તો તેવા ઉમેદવારનું ઉત્તરપત્ર (OMR Sheet ) મંડળ દ્વારા રદ કરવામાં આવશે. તેથી OMR Sheet ખંડ નિરીક્ષક (ઇન્વીજીલેટર) ને સુપ્રત કરતાં પહેલાં ઉકત વિગતો અવશ્ય ચકાસી લેવી.
(૧૩) ઉમેદવારે પરીક્ષાની શરૂઆતમાં હાજરીપત્રકનું અડધિયુ તેમજ પરીક્ષા પૂર્ણ થયેથી ઉત્તરપત્ર (OMR Sheet), પરીક્ષા ખંડના નિરીક્ષક (ઇન્વીજીલેટર) શ્રીને પરત સોંપ્યા બાદ જ પરીક્ષાખંડ છોડવાનો રહેશે. તેમ ન કરનાર ઉમેદવારને પરીક્ષામાં ગેરલાયક ઠરાવવામાં આવશે અને તેવા ઉમેદવાર સામે કાયદેસરની કાર્યવાહી મંડળ ધ્વારા કરવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયેથી ઉમેદવાર પ્રવેશપત્રનો ઉપરનો અડધો ભાગ તેમજ પશ્નપત્ર પોતાની પાસે રાખી શકશે.
(૧૪) પ્રશ્નપત્રમાં કુલ-૨૦૦ પ્રશ્નો રહેશે. દરેક પ્રશ્ન- ૧ ગુણનો રહેશે. દરેક પ્રશ્નના જવાબ માટે આપવામાં આવેલ કુલ ૪ વિકલ્પો પૈકી આપે સાચો વિકલ્પ પસંદ કરીને તેના પર ઉપર વર્ણવ્યા મુજબ ઘૂંટીને દર્શાવવાનો રહેશે. જો આપ કોઇ પ્રશ્નના સાચા જવાબનો વિકલ્પ પસંદ કરી ન શકવાના કારણે તે પ્રશ્નનો જવાબ આપવા માંગતા ન હોય તો આપે પાંચમા વિકલ્પ (E) પર ઘૂંટીને દર્શાવવાનો રહેશે. ઉમેદવારે (E) વિકલ્પ દર્શાવેલ હશે તો માઇનસ ગુણ કપાશે નહિં અન્યથા આવા પ્રશ્નના ખાલી છોડેલ પશ્ન તરીકે ૦.૨૫ માઇનસ ગુણ કપાશે.
(૧૫) આ પરીક્ષાના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર-કી પરીક્ષાની તારીખ બાદ મંડળની વેબ સાઇટ https://gsssb.gujarat.gov.in પર મુકવામાં આવશે. જે આપે જોઇ લેવાની રહેશે.
(૧૬) આ પરીક્ષામાં મંડળ દ્વારા ઠરાવાયેલ લઘુત્તમ લાયકી ગુણ ૪૦ ટકા પ્રમાણે તમામ કેટેગરીના ઉમેદવારો માટે રહેશે. અને કેટેગરીવાઈઝ મેરીટના ધોરણે ભાગ-૨ ની કોમ્યુટર પ્રોફિસીયન્સી પરીક્ષા માટે નિયમાનુસાર ઉત્તિર્ણ/લાયક ગણવાના રહેશે.
(૧૭) સમગ્ર ભરતી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી વચગાળાના તબકકે ગુણ, પરિણામ કે રીચેકીંગની અરજી કે લેખિત પરીક્ષા સંબંધિત અન્ય કોઇપણ બાબતને ખાનગી પ્રકારની ગણવાની હોવાથી તેવી માહિતી મેળવવા માટેની કોઇ પણ અરજી રજૂઆત વિચારણામાં લેવામાં આવશે નહીં.
(૧૮) કોલ લેટરમાંની આ સૂચનાઓ ઉપરાંત મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પરની વખતો વખતની સૂચનાઓ પણ અચૂકપણે વાંચવી અને તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
(૧૯) ઉમેદવારે રફકામ પ્રશ્નપુસ્તિકામાં કરવાનું હોવાથી અલગ રફશીટ આપવામાં આવશે નહીં. તેમ જ ઉમેદવાર પોતે પણ રફકામ માટે અલગથી કાગળ લાવી શકશે નહીં.
(૨૦) ઉમેદવાર નકલ કરતા ગેરરીતી / ગેરશિસ્ત આચરતા જણાશે તો,ઉમેદવારને ગેરલાયક ઠેરવવા ઉપરાંત, ભવિષ્યની પરીક્ષાઓમાં બેસવા માટે પ્રતિબંધ મુકવા ઉપરાંત, ફોજદારી પગલાં સહીતની શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.
(૨૧) ઉમેદવારે પરીક્ષા ખંડમાં તેમને આપવામાં આવતી સુચનાઓનું અચૂકપણે પાલન કરવાનું રહેશે.
(૨૨) દરેક ઉમેદવારોએ મોં પર માસ્ક ફરજીયત પહેરવાનું રહેશે તેમજ સોશીયલ ડીસ્ટસ્ટીંગ જાળવવાનું રહેશે. (૨૩) પરીક્ષામાં ભાગ લેનાર તમામ ઉમેદવારોનું ટેમ્પરેચર, ટેમ્પરેચર ગન દ્વારા માપવાનું ફરજીયાત રહેશે.
(૨4) તમામ ઉમેદાવરોને હાથ ઉપર સેનેટઈઝર લગાડીને પ્રવેશ આપવામાં આવશે.
(૨૫) તમામ ઉમેદવારો પીવાના પાણીની બોટલ જાતે જ લાવવાની હિતાવહ છે. તેમ છતાં મંડળ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા (ડીસ્પોઝેબલ ગ્લાસ સાથે) કરવામાં આવશે.
(૨૬) પરીક્ષા સ્થળ તેમજ કેમ્પસમાં ઉમેદવારો સિવાય તેઓના સગાસંબંધીઓને પ્રવેશવા દેવામાં આવશે નહિ. (૨૭) કોવીડ-૧૯ અંતર્ગત કેન્દ્રારાજ્ય સરકારશ્રી દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
મહત્વપૂર્ણ Links
16-04 -2022પરીક્ષા કેન્દ્રના સરનામામાં સુધારા બાબતે અગત્યની સુચના:
12-04 -2022 પરીક્ષા કેન્દ્રના સરનામામાં સુધારા બાબતે અગત્યની સુચના:
કોલ લેટર ડાઉનલોડ નોટિફિકેશનઃ અહીં ક્લિક કરો
કોલ લેટર ડાઉનલોડ લિંક: અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ: અહીં ક્લિક કરો
Gujueduhouse1 હોમ પેજ: અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો